National

મોદીએ કહ્યું.. દેવથી દેશ, રામથી રાષ્ટ્રના નિર્માણનો સમય આવી ગયો

અયોધ્યા: સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવ્યા. અસંખ્ય બલિદાન. પ્રેમ અને તપસ્યા બાદ આજે આપણા પ્રભુ શ્રી રામ આવ્યા. આ શુભ ઘડીની સૌ કોઈને, દેશવાસીઓને ખૂબ ખૂભ અભિનંદન. હું હમણા ગર્ભગૃહમાં ઈશ્વરીય ચેતનાનો સાક્ષી બન્યા બાદ તમારી સામે ઉપસ્થિત થયો છે. કહેવા માટે ઘણું છે. પરંતુ મારું શરીર હજુ પણ સંપદિત છે.

પ્રભુ શ્રી રામનો આપણી પણ આશીર્વાદ છે. 22 જ જાન્યુઆરી 2024ની તારીખ એ માત્ર તારીખ નથી. એ નવા કાલચક્રનો આરંભ છે. રામમંદિરના નિર્માણ શરૂ થયું ત્યારથી દેશવાસીઓમાં રોજ નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે. સદીઓના ધૈર્યની આજે આપણે ધરોહર મળી છે. આજે શ્રી રામ મંદિર મળ્યું છે. ગુલામીની માનસિકતામાંથી ઉભો થયેલો રાષ્ટ્ર આ જ રીતે નવઈતિહાસનો સર્જન કરે છે.

આજથી હજાર વર્ષ બાદ પણ લોકો આજની તારીખની, આજના પળની ચર્ચા કરશે. કેટલી મોટી રામકૃપા છે કે આપણે સૌ આ પળના સાક્ષી બની રહ્યાં છે. આજે દિવસ, દિશા બધા દિવ્યતાથી પરિપૂર્ણ છે. આ સમય સામાન્ય સમય નથી. એ કાલના ચક્ર પર સર્વકાલીન શ્યાહીથી અંકિત થતી અમીત સ્મૃતિ રેખા છે.

જ્યાં રામ હોય ત્યાં પવનપુત્ર હનુમાન હોય. તેથી હું હનુમાનજી, સીતાજી, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન સૌ કોઈને નમન કરું છું. હું પાવનભૂમિ અયોધ્યા અને સરયૂ નદીને પ્રણામ કરું છું. હું દિવ્ય અનુભૂતિ કરી રહ્યો છું. આ સાથે વડાપ્રધાને પ્રભુ શ્રી રામની માફી માંગી. તેમણે કહ્યું, આટલા વર્ષો સુધી અમે આ કાર્ય કરી શક્યા નહીં. મને વિશ્વાસ છે કે પ્રભુ શ્રી રામ અવશ્ય માફી આપશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને દંડવત કરી પ્રણામ કર્યા હતા. રામ મંદિરના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ કર્યા હતા.

સમયનું ચક્ર ફરી બદલાશે 
પીએમ મોદીએ કહ્યું કે આજે સાંજે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે હું શ્રી રામના આશીર્વાદ સાથે રામ સેતુના પ્રારંભ બિંદુ પર હતો. ભગવાન શ્રી રામ જ્યારે સાગર પાર કરવા નીકળ્યા તે ક્ષણે સમયનું ચક્ર બદલી નાખ્યું. તેને અનુભવવાનો નમ્ર પ્રયાસ હતો. હવે સમયચક્ર ફરી બદલાશે અને શુભ દિશામાં આગળ વધશે. મારા 11 દિવસના ઉપવાસની વિધિ દરમિયાન, મેં ભગવાન શ્રી રામના પગ પડ્યા હતા તે સ્થાનોના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.

નાસિક હોય, કેરળ હોય, રામેશ્વરમ હોય કે ધનુષકોડી હોય, હું ભાગ્યશાળી છું કે મને સાગરથી સરયૂ સુધીની મુસાફરી કરવાની તક મળી. રામનામનો એ જ ઉત્સવ સાગરથી સરયૂ સુધી ફેલાયેલો છે. ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે.

જો આપણે ભારતમાં ક્યાંય પણ કોઈના અંતરાત્માને સ્પર્શ કરીશું, તો આપણને આ એકતાનો અનુભવ થશે. દેશને સમાવવા માટે આનાથી વધુ સારી ફોર્મ્યુલા કઈ હોઈ શકે? દેશના ખૂણે ખૂણે રામાયણ સાંભળવાની તક છે. છેલ્લા 11 દિવસમાં મને વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો મોકો મળ્યો છે. રામની વ્યાખ્યા કરતી વખતે ઋષિઓએ કહ્યું છે કે રમન્તે ઇતિ રામઃ.

ન્યાયનો પર્યાય એવા શ્રી રામનું મંદિર પણ ઉચિત રીતે બાંધવામાં આવ્યું હતું
ત્રેતાયુગમાં તો વિરહ માત્ર 14 વર્ષ માટે હતી, તે પછી પણ તે અસહ્ય હતું. આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓએ સેંકડો વર્ષો સુધી વિયોગ સહન કર્યો છે. આપણી ઘણી પેઢીઓ જુદાઈનો ભોગ બની છે. ભારતના બંધારણની પ્રથમ નકલમાં ભગવાન રામ હાજર છે. બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પણ ભગવાન રામના અસ્તિત્વને લઈને કાનૂની લડાઈ દાયકાઓ સુધી ચાલુ રહી. હું ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેણે ન્યાયની ગરિમા જાળવી રાખી છે. ન્યાયનો પર્યાય ભગવાન રામનું મંદિર પણ ન્યાયી રીતે બનાવવામાં આવ્યું હતું.

રામજન્મભૂમિ પૂછે છે, રામ મંદિર તો બની ગયું હવે આગળ શું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ મંદિર તો બની ગયું પરંતુ હવે આગળ શું? રામ જન્મભૂમિ પૂછે છે કે હવે શું? દૈવી આત્માઓને શું આપણે એમ જ ખાલી હાથ મોકલીશું? નહીં, કાલચક્ર બદલાયું છે. એટલે હું કહું છું આ જ સમય છે યોગ્ય સમય છે. આપણે આજથી આ પવિત્ર સમયથી આગામી 1 હજાર વર્ષના ભારતનો પાયો નાંખવાનો છે. મંદિર નિર્માણથી આગળ વધી હવે તમામ દેશવાસીઓએ આ પળથી સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણની સોગંધ લેવાની છે. રામના વિચાર જનમાનસમાં હોય તે જ રાષ્ટ્રનિર્માણની સીડી છે. વડાપ્રધાને દેશવાસીઓને દેવથી દેશ અને રામથી રાષ્ટ્રનો સંકલ્પ આપ્યો હતો.

Most Popular

To Top