ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક પૈકી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને સાઉથ ગુજરાતમાં 89 બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. એટલે કે આવતી કાલે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો છેલ્લો દિવસ છે. તમામ રાજકીય પાર્ટીઓ આજે અને આવતી કાલે પ્રચાર માટે સભા ગજવશે. ત્યારે આજે વડપ્રધાન મોદી બીજા તબક્કાના ચૂંટણીપ્રચાાર માટે 4 સભા સંબોધશે. પીએમ મોદી બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે જાહેર સભા સંબોધી હતી. ત્યાર બાદ પીએમ મોદી પાટણમાં પણ સભા સંબોધી હતી, પીએમ મોદી આણંદના સોજીત્રાથી કોંગ્રેસ પર પહાક કર્યા હતા.
વડાપ્રધાન મોદી આણંદના સોજીત્રામાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોઈપણ વ્યકિત એક મતની તાકાતને ઓછી ન આંકે. કારણે કે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. ત્યારે બાદ તેઓ એક વખત ચૂંટણી લડ્યા તો એક વોટે હારી ગયા હતા. અને ત્યાર બાદ બધાને પસ્તાવો થયો કે હું વોટ આપી આવ્યો હોત તો આજે સરદાર પટેસ પ્રમુખ હોત. પીએમ મોદીએ લોકોને એક વોટની તાકાત સમજાવી હતી.
પીએમ મોદીએ સોજીત્રાથી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને સરદાર સાહેબ સામે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો હતો. કારણે કે કોંગ્રેસનું કામ છે રાજકારણમાં ભાગલા પાડો અને રાજ કરો, જ્યારે સરદાર પટેલનો હેતું રાષ્ટ્રને એક કરવાનો હતો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ તમારે ત્યાં વોટ માંગવા આવે તો જરૂર સવાલ કરજો સરદાર સાહેબ કોંગ્રેસમાં હતા સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું?, સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે ત્યાં તમે ક્યારેય જઈ આવ્યા?
વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં એક જાતને બીજી જાત જોડે, શહેરને ગામડા સાથે, ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે લડાવ્યા અને ભાગલા પાડ્યા હતા. જેના કારણે આપણું ગુજરાત કમજોર થતું ગયું હતું. તેમણે કહ્યું કે 25 વર્ષમાં એકતાના કારણે ભાજપ પડખે ઉભા રહી એકતા માટે વોટ આપ્યા એટલે ગુજરાતની સ્થિતિ બદલાવા લાગી છે. તેમણે કહ્યું હુલ્લડો બંધ થયા, જ્યારે કોંગ્રેસ હતી ત્યારે હુલ્લડો અને કફર્યૂનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળતું હતું પણ હવે ભાજપના આવ્યા બાદ કફર્યૂ ગયો અને શાંતિ આવી, હૂલ્લડો બંધ થયા કે નહીં? વધુમાં તેમણે કહ્યું એકતા સદભાવનાનું વાતાવરણ બન્યું છે ગુજરાતમાં.
પીએમ મોદી પાટણ ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં સભાને સંભોધન કરીને ત્યાંથી આણંદના સીબી પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે. પીએમ મોદીએ જાહેર સબા સંબોધતા કહ્યું કે પાટણ આવું એટલે જૂની યાદો તાજી થઈ જાય છે. પાટણ એટેલે મેળાઓની ધરતી, એક મેળો પુરો ન થાય અને બીજો મેળો શરૂ થાય. વધુમાં તેમણે કહ્યું કે ભરોસાનું બીજુ નામ એટલે ભાજપ, મારી પાસે આજે પ્રચાર માટે છેલ્લો જ દિવસ છે. ગઈકાલે જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસે જ નક્કી કરી દીધુ છે કે ભાજપ જ જીતશે. કારણે કે જ્યારે ઈવીએમ ન ચાલે ત્યારે મોદીને ગાળો દેવાની અને ચૂંટણી પછી ઈવીએમને ગાળો દેવાની, કોંગ્રેસે માત્ર વાયદા જ કર્યા છે.
કોંગ્રેસ પર વધુ આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે અમીરી અને ગરીબી વચ્ચેનું અંતર વધાર્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે ત્યારે ગરીબ પાસે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. તેમણે કહ્યું કે અમે ગરીબોની ચિંતા કરી ઈમાનદારીથી કામ કરીએ છે. તેમણે કહ્યું કે ગરીબ માટે અમારી સરકારે ખજાનો ખોલી નાખે છે. ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવીએ છે. કોઈ પણ જાતની કટકી વગર સીધા ખેડૂતો પાસે પૈસા પહોંચે છે. 44 કરોડ લોકોના બેંકના ખાતા ખોલાવ્યા, તમારા આ દિકરાએ 3 કરોડ ગરીબોના ઘર બનાવ્યાં.તેમણે કહ્યું કે પહેલા કાયમ રેલવે માટે આંદોલન થાતા, આજે પાટણને રેલવે માર્ગ જોધપુર સાથે જોડી દીધું છે. તેમજ આયુષ્યમાન યોજનાએ સમગ્ર પરિવારને એક મોટી તાકાત આપી છે.