આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ અને ઈન્દીરાજી એ ક્યારે સરદાર પટેલને સુભાષ બોઝને અને દલીત નેતા ડો. આંબેડકરજીને ખખડાવતા હતા. અપમાનીત કરતા હતા તે બધુ તેઓ ટેલીપથી દ્વારા ઘોડીયામાં સુતા સુતા જોતા હતા અને આજેય તેઓને એ બધી વાતો ભાષણો દરમ્યાન યાદ આવે છે ! 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે જેલમાં ગયેલા તેય એમને યાદ છે પણ કમનસીબે જેલવાસની તારીખ અને કોટડી નંબર તેમને યાદ નથી, 1987માં હજુ ઈન્ટરનેટ ભારતમાં આવ્યુંજ નહોતું !
બાંગ્લાદેશ યુધ્ધની 50મી જયંતિ એમણે ધુમધામથી ઉજવી પણ બાંગ્લાદેશને આઝાદી અપાવી એશિયાનો નકશો બદલી નાંખી પાક. જનરલ નિયાજીને ઘૂંટણિયે પાડનાર મુખ્ય નાયિકા સ્વ. ઈન્દીરાજીનેજ તેઓ ભૂલી ગયા ! તેમને યાદ રહે છે કે એમની સરકારે લોકડાઉનમાં 80 કરોડ ગરીબોને ‘મફત’ અનાજ આપ્યું પણ તેઓને ખબર જ નથી કે ભારતમાં ગરીબો કેટલા છે ? એમને યાદ રહે છે કે ભારતની 2 કરોડ મહિલાઓને એમની સરકારે ‘મફત’ ગેસ કનેકશન પુરા પાડયા છે. જ્યારે 2014ની ચૂંટણીમાં વિદેશી કાળુ નાણું દેશમાં પાછુ લાવવાની ગર્જનાઓ કરેલી પણ હાલ સંસદમાં પ્રશ્ન પુછાતા એમના વિભાગે 2015 પછીની કાળા ધન બાબતની કોઈ માહિતી ન હોવાનો જવાબ આપ્યો ! સાહેબ આપેલા વચનો બહું જલ્દી ભુલી જાય છે એમની યાદ શક્તિ લપક ઝપક થતી ટયુબલાઈટ જેવી છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.