તાજેતરમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પંજાબને બાદ કરતાં ફરી એક વાર ચાર રાજ્યોમાં માત્ર ને માત્ર ‘મોદી મેજીક’ કામ કરી ગયું! જો કે યુ.પી.માં માત્ર મોદી મેજીક જ નહીં પરંતુ હિંદુત્વનું કાર્ડ પણ ખૂબ ચાલ્યું! આશ્ચર્ય એ વાતનું છે કે લખીમપૂર જયાં હિંસા થઇ ત્યાં ભાજપાને તમામ આઠ સીટો મળી! જનતા ખૂબ ચગાવેલ એવા મોંઘવારી, બેરોજગારી અને કોરોનામાં થયેલા મૃત્યુ સદંતર ભૂલી ગઇ! જો કે ભાજપાને 50-55 સીટોનું નુકસાન જરૂર થયું છે! ખેર, આ ચૂંટણીએ બે વાત સ્પષ્ટ કરી દીધી છે. ભાજપાને હજુ પંજાબમાં પ્રવેશતાં વર્ષો લાગશે અને કોંગ્રેસને બધાં જ રાજયોમાં પીછેહઠ કરવી પડી છે એ બતાવે છે કે હવે કોંગ્રેસ લગભગ નામશેષ થવા જઇ રહી છે અને જો પરિવારવાદ વહેલી તકે કોંગ્રેસમાંથી દૂર નહીં થાય તો કોંગ્રેસનું ભારતમાંથી અસ્તિત્વ નીકળી જશે! પંજાબમાં આપને અણધારી સફળતા મળી છે અને આપ દેશવ્યાપી વિપક્ષ તરીકે ઉભરી રહ્યું છે! અને છેલ્લે ‘મોદી યોગીની હીટ જોડી’ ફરી કમાલ કરી ગઇ. પણ આમાં ‘ચાણકય’ ‘સાઇડટ્રેક’ ના થઇ જાય તો સારું, કારણ ગુજરાતી માફક રાજકારણમાં ગમે ત્યારે કાંઇ પણ થઇ શકે છે!!
સુરત – ભાર્ગવ પંડયા . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મોદી મેજીક
By
Posted on