Vadodara

મોદી ઈઝ ધ કિંગ : 9 બેઠક કબ્જે

વડોદરા: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર ના પરિણામ જાહેર થયા. જેમાં શહેરની વડોદરા સિટી, રાવપુરા, સયાજીગંજ, માંજલપુર અને અકોટા બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. જ્યારે જિલ્લાની ડભોઇ, વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ બેઠકમાં ચારમાં ભાજપ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર જીતી ગયા છે. અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇ વિજય થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને ઋત્વિક જોષીની હાર થઇ છે. સયાજીગંજ બેઠક પર શહેર ના મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતની હાર થઇ છે.

માંજલપુર બેઠક પર ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી સસ્પેન્સ રહ્યું હતું અને યોગેશ પટેલેને રિપિટ કરવામાં આવ્યા હતા આ બેઠક પર ફરી એકવાર યોગેશ પટેલનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તસ્વિન સિંઘનો પરાજય થયો છે. વડોદરાના માજી મેયર અને પૂર્વ સાંસદ બાળુ શુક્લને ભાજપે રાવપુરા બેઠક પર ટિકિટ આપી હતી જેમનો ભારે બહુમતિથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સંજય પટેલની હાર થઇ છે. વડોદરાની શહેર વાડી બેઠક પર ભાજપે મનિષા વકીલને રિપિટ કર્યા હતા અને જનતાએ પણ તેમને રિપિટ કરી જીત અપાવી છે. જ્યારે કોંગ્રેસના ગુણવંતરાય પરમાર નો પરાજય થયો છે.

‘સેન્ટ્રલમા નરેન્દ્ર, ગુજરાતમા ભુપેન્દ્ર અને વાઘોડિયા ધર્મેન્દ્ર સોશિયલ મિડીયામાં પોસ્ટ
ભાજપ અને વાઘોડિયાની બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભાજપા ના વાવાઝોડા વચ્ચે જીત થતા તેમના ચાહકો મા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અપક્ષ જીત્યા પછી ભાજપ મા થી સસ્પેન્ડ થયેલા ધર્મેન્દ્રસિંહ ને ભાજપ બોલાવશે નહીં કારણ કે જયારે સેસ લેવામાં આવ્યો ત્યારે પણ વિરોધ થયો હતો. તેમણે પાંચ વર્ષ વાઘોડિયા ની જનતા ની સેવા કરી ખાસ કરી ને 1100 જોડાઓ ના સમૂહ લગ્નના જોડાઓ ના આશીર્વાદ તેમને ફળ્યા છે. હવે જોવાનું એ છે કે ધર્મેન્દ્રસિંહ ભાજપામા ક્યારે જોડાય છે.

વિરોધ પક્ષમાં રહીને સમઝોતા એક્સપ્રેસ ચલાવતા મતદારોનો જાકારો
વડોદરામા સૌથી વધુ મતદાતા ઘરાવતી સયાજીગંજ બેઠક કેમ હારી ગયા તેવા સવાલો ચોમેર થી ઉઠ્યા છે. અમી રાવત વડોદરા મહાનગર પાલિકાના વિરોધ પક્ષ ના નેતા છે. પરંતુ અમી રાવત વિપક્ષ ના નેતા તરીકે નિષ્ફ્ળ ગયા છે વિશ્વામિત્રી નદીના કિનારે થયેલા ગેરકાયદે દબાણો મામલે કેટલીક સંસ્થાઓ એ ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો હતો ત્યારબાદ અમી રાવતે આ મામલે ભારે વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો પાલિકા ની સભામાં પણ આ મામલો ઉઠાવ્યો હતો મીડિયા ને સાથે રાખી સ્પોટ પર વારંવાર હોબાળો મચાવ્યો હતો.

પરંતુ હાઇકોર્ટ મા પીઆઇએલ નોંધવવા થી તેઓ બચ્યા હતા 2021 મા દિવાળી પહેલા કોઈ સમજૂતી થઇ જતા અમી રાવત આ મામલે પાણી મા બેસી જતા અનેક પ્રકાર ની લેતી દેતી ની અફવા શરૂ થઇ હતી. આ જમીન પર 15 દિવસમા કબજો લેવાશે તેવી પણ વાત હતી પરંતુ આજ દિન સુધી ન તો કબજો મળ્યો, ન દીવાલ તૂટી તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન માત્ર કેટલીક દરખાસ્તો, વર્ક ઓડર્ર ટેન્ડરો અને ઠરાવ પર નજર કરી ને ચોક્કસ હેતુ માટે વિરોધ કર્યો તેવા આક્ષેપો કોંગ્રેસ ના કેટલાક આગેવાનો એ કર્યા છે શાસક પક્ષ ના નેતા ઓ વિપક્ષ ના નેતા ને ઓળખી જતા યેનકેન પ્રકારે સેટલમેટ થઇ જતું હોય છે એટલે વિપક્ષ ના નેતા વિરોધ દેખાવ પૂરતો કરીને હથિયારો હેઠા મૂકી દેતા હોવાની એક રાજકીય નેતાનું કહેવું છે.

વડોદરાની પાંચ સીટો પર 21 વર્ષથી ભાજપા ભગવો લહેરાય છે
વડોદરાની પાંચ બેઠકો ભાજપા માટે સુરક્ષિત માનવા મા આવે છે. નવાઈ ની વાત એ છે કે છેલ્લા 21 વર્ષ થી આ પાંચ બેઠક પર કોંગ્રેસ નો પંજો પડી શક્યો નથી. 2001માં સયાજીગંજ વિધાનસભા બેઠક માટે થયેલી પેટા ચૂંટણીમાં તે સમયે કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દલસુખ પ્રજાપતિ લગભગ ૨૫૦૦૦ મતે જીત્યા હતા. જોકે તેઓ ત્રણ મહિના ધારાસભ્ય રહ્યા એ પછી ફરી ચૂંટણી આવી હતી અને તેમાં ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી વડોદરા મા પાંચેય સીટો પર ભગવો લહેરાવ્યો હતો.એ પછી આજ સુધી એટલે કે છેલ્લા ૨૧ વર્ષથી કોંગ્રેસને વડોદરા શહેરની એક પણ બેઠક પર વિજય નસીબ થયો નથી. ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને હવે ૨૦૨૨માં પણ કોંગ્રેસના ભાગે નિરાશા જ આવી છે. આજે પણ વડોદરાની પાંચ બેઠકો વડોદરા શહેર, અકોટા, માંજલપુર, રાવપુરા અને સયાજીગંજમાં પહેલા પાંચ રાઉન્ડની મતગણતરીમાં જ કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. મતગણતરીના બે જ કલાકમાં કોંગ્રેસના મોટાભાગના ટેકાદારો અને નેતાઓ કાઉન્ટિંગ બૂથ છોડીને રવાના.

શહેર જિલ્લા બેઠક પર સાૈથી વધુ લીડ
વડોદરાના ચૂંટણી પરિણામો વડોદરા ના લોકો જાણતા જ હતા કે પાંચેય સીટ પર ભાજપા કબજો કરશે પરંતુ ક્યાં ઉમેદવાર કેટલી મોટી લીડ થી જીતશે તેની પર સૌની નજર હતી તેમાં યોગેશ પટેલે બાજી મારી છે એક લાખ મત થી વધારે ની લીડ મેળવી ને શહેર મા સૌથી વધારે લીડ ધરાવનાર ઉમેદવાર બન્યા છે છેલ્લી સાત ટર્મ થી વિજેતા બનતા યોગેશ પટેલે આઠમી વખત ટિકિટ માંગતા મોદી સહિત ભાજપ નું સંગઠન મુંઝવણમા મુકાઈ ગયું હતું કારણ કે સાત ટર્મ જીતી ચૂકેલા યોગેશ પટેલ મંત્રી થી લઈ ને કેટલાય હોદ્દા ભોગવી લીધા છે પરંતુ યોગેશ પટેલ ની ઉંમર ના મામલે ટિકિટ નહીં અપાય તે નક્કી હતું પરંતુ યોગેશ પટેલ ની રાજહઠ એટલી મજબૂત હતી કે ભાજપે તમામ નિયમો ને નેવે મૂકી ને 181ઉમેદવારો ને ટિકિટ આપી દીધી પરંતુ વડોદરા માંજલપુર ની ફક્ત એક બેઠક માટે ઉમેદવાર ની જાહેરાત બાકી રાખવા મા આવતા માંજલપુર બેઠક ગુજરાતભર મા જાણીતી બની હતી આખરે અંતિમ દિવસમા યોગેશ પટેલ નું નામ જાહેર થતા કેટલાય દાવેદારો ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ટિકિટ મળ્યા બાદ ભગવાન ભોળાનાથ ના ભક્ત એવા યોગેશ પટેલ ને મતદારો એ ખોબલા ભરી ને મત આપતા તેમનો ભારે લીડ સાથે વિજય થયો છે.

પહેલા ટિકિટ માટે બળવો હવે મંત્રી પદ માટે ગોડફાધરોના શરણે
વડોદરા શહેર જિલ્લો બળવા માટે ગુજરાતભર જાણીતો છે. વડોદરામા રાજકારણના સમીકરણો રાતોરાત બદલાઈ જતા હોય છે અગાઉ ના પાંચ વર્ષ મા કેટલીય વાર ધારાસભ્યો એ સરકાર સામે બાયો ચડાવી છે. હવે જયારે ચૂંટણી મા ભાજપા ને વિશાળ સમર્થન મળ્યું છે. બે દિવસ પછી જયારે રાજ્યભિષેક થવાનો છે ત્યારે વડોદરામાંથી આ વખતે કોને મંત્રી પદ મળે છે તેની પર તમામ લોકો ની નજર છે. પહેલા ટિકિટ માટે બળવો અને હવે મંત્રીપદ માટે બળવો થાય તો નવાઈ નહીં. મંત્રી પદ માટે જીતેલા કેટલાક ઉમેદવારો એ લોબીગ પણ શરૂ કર્યું છે. મંત્રી મંડળ ની રચના બાદ જ સંતોષ અસંતોષ બહાર આવશે એ લગભગ નક્કી મનાય છે. કારણ કે વડોદરાના રાજકારણની આ તાસીર માનવામા આવે છે.

લગ્નતિથિએ જીત મળ્યાની ગિફ્ટ પત્નિએ વિજય માળા પહેરાવી
વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા સયાજીગંજ ની બેઠક પર ભારે લીડ સાથે ભાજપાની સીટ પર થી જીત્યા છે જોગાનું જોગ રોકડીયા ની આજે લગ્ન તિથિ હોવાથી તેમના ધર્મપત્ની આજે ખુશ ખુશાલ જોવા મળ્યા હતા અને આજના શુભ દિવસે પતિદેવ સૌ પ્રથમ વાર ધારાસભ્ય બનતા તેમની ધર્મપત્ની એ ભારે હરખભેર ભેટી ની વિજય હાર પહેરાવ્યો હતો.

શહેરના મતદારોને અભિનંદન પાઠવ્યાં
વડોદરા શહેરની પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.વર્ષ 2012 અને વર્ષ 2017 ની ચૂંટણી કરતા પણ વધુ જંગી બહુમતીથી તમામ ઉમેદવારો વિજેતા થતા વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો તથા પદાધિકારીઓ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ શહેર અધ્યક્ષ ડો વિજયભાઈ શાહ સાંસદ રંજન ભટ્ટ તથા શહેર સંગઠનની ટીમ પોલિટેકનિક મત ગણતરી કેન્દ્ર સામે ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને હાર તોરા કરી તેઓના વિજયને વધાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી સરકાર બનતા કાર્યકર્તાઓમાં પણ ઉત્સવ માહોલ છવાયો હતો.

Most Popular

To Top