પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુને કરોડો રૂપિયાની ભેટ આપી. પીએમ મોદીએ ભારતના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. આ અવસરે તેમણે કહ્યું કે રામનવમીના અવસર પર રામેશ્વરમ આવીને મને ખૂબ આનંદ થયો છે.
રામ નવમીના અવસર પર પીએમ મોદીએ રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. આ પહેલા તેમણે ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તમિલનાડુના લોકો માટે કનેક્ટિવિટીને મજબૂત બનાવવા અને ‘જીવન સરળ બનાવવા’ના ઉદ્દેશ્યથી વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે બોલતા, પીએમ મોદીએ કહ્યું, “રામ નવમીના ખાસ પ્રસંગે રામેશ્વરમમાં આવીને મને ખૂબ આનંદ થયો છે.”
સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો એક મોટો આધાર છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર છે. થોડા સમય પહેલા સૂર્ય કિરણોએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા પર ભવ્ય તિલક કર્યું છે. ભગવાન શ્રી રામનું જીવન અને તેમના રાજ્યમાંથી મળેલી સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો મુખ્ય આધાર છે.
પીએમ મોદીએ કહ્યું કે જો તમે ઉત્તર તરફ જુઓ તો જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલોમાંથી એક ચિનાબ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જો આપણે પશ્ચિમ તરફ જઈએ તો દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ અટલ સેતુ મુંબઈમાં બનાવવામાં આવ્યો છે. જો તમે પૂર્વ તરફ જશો તો તમને આસામનો બોગીબીલ પુલ દેખાશે. હવે દક્ષિણ તરફ આવીએ છીએ, વિશ્વના થોડા વર્ટિકલ લિફ્ટ બ્રિજ પૈકીના એક પંબન બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
