કંગાળ પાકે વિશ્વ સામે આજીજી કરી આઈ.એફ.એમ.પાસેથી ૮૫૦૦ કરોડ લોનનાં હપ્તામાં મેળવ્યા. આ રકમ મળી જતાં પાક હવામાં ઊડતું હતું. મોદી ગુજરાતના બે દિવસે પ્રવાસે હતા આ દરમિયાન વિકાસકાર્યોનું લોકાર્પણ થાય છે તેની રકમ જ રૂપિયા ૮૨૯૫૦ કરોડ છે. આમ ગુજરાતમાં બે ચાર વિકાસકાર્યોમાં ભારત જેટલી રકમ ખર્ચે છે તે જોઈને પાક આઘાત પામે છે. ભારત આજે વિશ્વની ચોથા નંબરની આર્થિક વ્યવસ્થા બનીને ઉભર્યું છે. તંદુરસ્ત લોકશાહી માટે શાસક જ નહીં, વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ પણ મોદીના ૧૨ વર્ષના શાસનમાં વિપક્ષનો કોઈ ચહેરો મોદીની હરોળમાં ઊભો રહી શકે તેવો ઉભર્યો જ નથી.
મોદી ગુજરાતમાં હતા તેનો પ્રભાવ અને લોકપ્રિયતામાં જરા પણ ઓટ આવી નથી. નવાઈની વાત તો એ છે કે કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ સમસ્યા અને હાડમારીની અછત નથી પણ મોદી સામે લોક આક્રોશ કેમ દેખાતો નથી? મોદીની કુનેહ અને રણનીતિ એવી છે કે કોઈ આસપાસ કોઈ ચહેરો ઉભરી જ ના શકે. તેનું નેતૃત્વ ગમે કે ના ગમે, સ્વીકારવું અનિર્વાય બની ગયું છે. ઓપરેશન સિંદૂરથી મોદીના પ્રભાવમાં તીવ્ર વધારો થયો છે. વિપક્ષ મોદીને પાડી દેવા નિવેદનો કર્યા કરે છે જે પણ બૂમરેંગ સાબિત થાય છે. મોદીએ રાજકીય સિસ્ટમ બદલી નાખી છે. સમીકરણો પણ બદલાઈ ગયાં છે. આ પરિવર્તન પણ વિપક્ષની સમજની બહાર છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.