Charchapatra

મોદી અને સેનાની દૂરંદેશી

રશિયા અને યુક્રેન છેલ્લા ત્રણેક વર્ષથી યુદ્ધરત છે. ઇઝરાએલ અને હમાસ લગભગ દોઢ-પોણા બે વર્ષથી યુદ્ધરત છે. બંને યુદ્ધોમાં એક પક્ષ એટલે કે રશિયા અને ઇઝરાએલ શક્તિશાળી છે અને યુક્રેન અને હમાસ નિર્બળ છે. છતાં યુક્રેન અને હમાસ લાંબા સમયથી વિશ્વની વિવિધ મહાસત્તાઓને ખીલે કૂદી વિશ્વના શક્તિશાળી દેશોને હંફાવી રહ્યા છે, અને તેમના સંસાધનો અને શક્તિને હણી રહ્યા છે. સ્વતંત્રતા પછીનો ઇતિહાસ છે કે, પાકિસ્તાન હંમેશા આપણી સામે શત્રુ બનીને ઊભું રહ્યું છે. હકીકતમાં તે અસલી શત્રુ નથી પણ એક મહોરું માત્ર છે.

અસલી દુશ્મન તો ચીન, અમેરિકા, તુર્કી, અને ડીપ સ્ટેટ છે. તેમનો પ્રયાસ રહ્યો છે પાકિસ્તાન સાથે યુધ્ધરત રાખી આપણો વિકાસ અને સમૃધ્ધિને અટકાવવી. સૌ પ્રથમ બાંગ્લાદેશમાં તેમણે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો પણ આપણે શાંત રહ્યા. બાદ પહલગામમાં પાકિસ્તાને આતંકવાદી હુમલો કરાવ્યો. દેશમાં સરકાર વિરોધી જુવાળ ઊભો થાય એ પણ નક્કી હતું. કેન્દ્ર સરકારે પાકિસ્તાનની એકેય ઇંચ જમીન પર કબજો કર્યા વગર પાકિસ્તાનને એવો માર માર્યો એનું આખું સૈન્ય તંત્ર ખળભળી ઉઠ્યું. એના એકેય એરબેઝ પર યુદ્ધવિમાનો ઉડવા લાયક ન રાખ્યા. આમ, મોદીની દીર્ઘ દૃષ્ટિને લીધે આપણો દેશ લાંબા યુદ્ધમાંથી બચી ગયો છે. તે બદલ મોદીની દૂરંદેશી અને સેનાના જવાનોનો આભાર
રાજપૂત – બારડોલી કેદાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શહેરના બગીચાઓ રળિયામણા કે દયામણા?
બગીચાઓ તો આબાલવૃદ્ધ સૌ માટે છે. પરંતુ શહેરનાં વરિષ્ઠ નાગરિકો માટે  તો એ નિવૃત્તિ પછીની  સમય પસાર કરવા માટેની  પ્રવૃત્તિ છે. શહેરમાં એરિયા વાઈઝ  શાંતિકુંજ  તો ઘણાં છે. પરંતુ એ વર્ષોથી કોઈ પણ પ્રકારની મરામત કે કાળજી લીધા વગરના ખંડેર જેવા ભાસે  છે. શહેરના એક-બે બગીચાઓનું નવીનીકરણ કરવાથી બધું પતી જતું નથી અને એમાં પણ ડખા તો છે જ. નવા  જ્યોતીન્દ્ર દવે બાગમાં જ્યાં મુવેબલ બાંકડાઓ છે તેને ખસેડી ખસેડીને લોકો પાછા યથાસ્થાને ગોઠવતાં નથી. બગીચામાં નાસ્તા પાણી -ઉજવણી અને ગંદકી કરે છે. સુરત મનપા ગાર્ડન સમિતિ ખંડેર બાગોની મરામત કરાવે  એવી સિનિયર સિટીઝનોની લાગણી  અને માંગણી છે.  દરેક નાગરિક બાગની જાળવણી માટે સહકાર આપે  તો એનાથી રૂડું બીજું શું?
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top