નવી દિલ્હી: હાલમાં જ એક ફેશન શો(Fashion show)નો વીડિયો(video) સોશિયલ મીડિયા(social media) ઉપર વાઇરલ (viral) થઈ રહ્યો છે અને લોકો(Public)ના ગુસ્સા(Anger)નો શિકાર બની રહ્યો છે. વિડીયોમાં એક મોડલ જીવતી માછલી(Fish) સાથે પોતાના મરમેઇડ સ્ટાઈલના ડ્રેસને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ આ વાઇરલ વીડિયો ચેન્નાઈ(Chennai)ના એક ફેશન શોનો છે.
દેશ-વિદેશમાં યોજાતા ફેશન શોમાં આપણને સ્ટાઈલિસ્ટ દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઈનર આઉટફિટ્સ જોવા મળે છે, જે ક્યારેક દિલને ખુશ કરે છે તો ક્યારેક વિચારવા માટે મજબૂર કરે છે. આવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતા હોય છે. વાસ્તવમાં, વિશ્વભરમાં ઘણા ફેશન શોનું આયોજન કરવામાં આવે છે, જે દર વખતે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. જેને જોઈને જનતા આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણી વખત મોડેલો તેમના શરીરની આસપાસ શાકભાજી વીંટાળીને તો ક્યારેક તેમના ચહેરા પર પેઇન્ટ લગાવીને રેમ્પ પર ચાલતી જોવા મળે છે. હાલમાં આવો જ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક ગુસ્સામાં છે.
જીવીત માછલી સાથે મોડલએ રેમ્પ વોક કર્યું
તાજેતરમાં કંઈક નવું અને અલગ કરવાના પ્રયાસમાં એક મોડલ ‘જીવંત માછલી’ પહેરીને રેમ્પ પર વૉક કરતી જોવા મળી હતી. જેને જોઈને ત્યાં હાજર લોકો ગુસ્સે થઈ ગયા હતા. સૂત્રો દ્વારા આ વાયરલ વીડિયો ચેન્નાઈના એક ફેશન શોનો જણાવવામાં આવી રહ્યો છે. હાલમાંજ પેરિસ ફેશન વીકમાં એક મૉડલએ વિશાળ ફર્બોલ ડ્રેસ પહેરીને રેમ્પ પર વૉક કર્યું હતું. તેના થોડા દિવસો પછી બીજી એક મૉડલે લાઇવ ફિશ સાથે રેમ્પ પર વૉક કર્યું છે, જે આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે.
લોકો રોષે ભરાયા: પ્રાણીઓના અત્યાચાર અને ક્રૂરતા સામે અવાજ ઉઠાવ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રેસની સાથે એક નાનું જહાજ જેવું સ્ટ્રક્ચર ફીટ કરવામાં આવ્યું છે, જેમાં જીવતી માછલીઓ સ્વિમિંગ કરી રહી છે. વીડિયો જોનારા યુઝર્સ વિચિત્ર કોમેન્ટ કરીને તેની સખત નિંદા કરી રહ્યા છે. લોકોએ કહ્યું, ‘આ એકદમ ઘૃણાસ્પદ છે. ફેશન માટે પ્રાણીઓનો ઉપયોગ કરવાનું બંધ કરો.’ તો બીજા યુઝરે કહ્યું, ‘તમને લોકોને શું થયું છે, બીજા જીવોને હેરાન કરવાનું બંધ કરો.’, આવા સમયે, મોટાભાગના લોકો પ્રાણીઓ પ્રત્યેના આવા દુર્વ્યવહાર અને ક્રૂરતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે.