Charchapatra

બાળકોમાં મોબાઈલનું ખેંચાણ

વેકેશનમાં બાળકોને હવે બહાર શેરીમાં રમત રમવા નહિ મળતાં, તેઓ બધી જ રમતો મોબાઈલમાં રમતાં થઈ ગયાં. કોરોનાના સમય દરમ્યાન ઓનલાઈન ભણવાનું શરૂ થતાં હવે મોબાઈલનો ઉપયોગ વધારે ને વધારે થવા લાગ્યો અને આમ, પણ આખી દુનિયાની માહિતી મોબાઈલમાં વિવિધ એપ દ્વારા મળી જતી હોય છે. પહેલાં વડીલોની સલાહ પણ પૂછવામાં આવતી, પણ હવે તો બધી જ તકલીફની દવા મોબાઈલ- ગુગલ જાણે. કોઈની કોઈને જરૂર જ નથી. માટે કુટુંબમાં હવે તો સભ્ય પણ ઓછાં અને તેમાં પણ જેટલાં હોય તે પણ પોતપોતાના રૂમમાં જોવા મળે.

માટે એકબીજા પ્રત્યેની લાગણી ખેંચાણનું પ્રમાણ ખૂબ જ ઓછું થવા લાગ્યું. આવા સમયમાં કૌટુંબિક એટલે કે ફેમીલી સાથે બહાર ફરવું અને દિવસ દરમ્યાન એક સમયનું જમવાનું બધા જ સભ્યો સાથે બેસીને કરે તો લાગણીના તંતુ બંધાય માટે, અત્યારનાં બાળકોને કૌટુંબિક માહોલ આપવાની વધારે જરૂર છે. હવે તો મામા-કાકાને ત્યાં પણ વેકેશન ગાળવાનું ઓછું થઈ ગયું છે. તે માતા-પિતા પણ પોતાની નોકરીમાં વ્યસ્ત હોવાથી છોકરાઓની એકલતાનો લાભ મોબાઈલ  પૂર્ણ કરે છે તેથી જ આપઘાતના બનાવ વધવા લાગ્યા છે.
સુરત     – કલ્પના વૈદ્ય        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top