નવી દિલ્હીઃ નાણામંત્રીએ બજેટમાં વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. કેન્સરની સારવાર માટેની વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. તેનાથી કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ ફોન, સંબંધિત પાર્ટસ, ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરવામાં આવી છે. આ સિવાય 25 મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આપવામાં આવી છે. કેટલાક બ્રુડ સ્ટોક, ઝીંગા, માછલીના ખોરાક પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવી છે.
- 25 ક્રિટિકલ મિનરલ્સને કસ્ટમ ડ્યુટી ફ્રી બનાવવામાં આવશે
- સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6%, પ્લેટિનમ પર 6.4% કરવામાં આવશે.
- એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી 7.5% થી વધારીને 10% કરવામાં આવી
મોબાઈલ ફોન સસ્તા થશે
મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી અંગે નાણામંત્રીએ કહ્યું કે, હું મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂકું છું. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે GSTથી સામાન્ય માણસને ફાયદો થયો છે. ઉપરાંત સરકારની આવકમાં પણ વધારો થયો છે.
સોના-ચાંદીની ખરીદી સસ્તી થશે
નાણામંત્રીએ સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. કિંમતી ધાતુઓ અંગે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે. નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ માટે નેશનલ રિસર્ચ ફંડની સ્થાપના કરવામાં આવશે.
વ્યાપારી સ્તરે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1 લાખ કરોડનો ભંડોળ પૂલ પણ બનાવવામાં આવશે. નાણામંત્રીએ સ્ટીલ અને કોપર પર ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પગલાં લીધાં છે. ફેરો નિકલ અને ઈલેક્ટ્રોનિક્સ પર BCD ઘટશે. ઓક્સિજન ફ્રી કોપર પર BCD દૂર કરવામાં આવશે.