વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે સ્થાનિક જવાનોને સાથે રાખીને 11 જૂનના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલના યાર્ડ નંબર 01માં આવેલા બેરેક નંબર 4માં તપાસ કરવામાં આવી હતી. જેમાં બેરક-4ના પ્રથમ બારીના ઉપરના ભાગે લાકડાના પીઠિયા અને પતરાની વચ્ચે બાખોરામાં છુપાવી રાખેલો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવ્યો હતો. હવાલદારે ફોન ચાલુ કરવાનો પ્રયાસ કરતા ચાલુ થઇ ગયો હતો અને તેની સ્ક્રીન પર કાચાના કામના કેદીનો ફોટો જોવા મળ્યો હતો.
જેથી બેરેકમાં રહેલા અન્ય કેદીઓની પૂછપરછ કરતા મોબાઇલ એનડીપીએસના કાચા કામના કેદી ફિરોજખાન અબ્દુલ વહાવખાન પઠાણનો હોવાનું માલૂમ પડ્યું હતું અને કેદીમા જેલમાં તેનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી રાવ પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અવાર નવાર સેન્ટ્રલ જેલમાંથી સિમકાર્ડ નાખેલો ચાલુ કન્ડીશનમાં મોબાઇલ મળી આવતા કાચા કામના કેદી દ્વારા અંદરથી નશીલા પદાર્શનું નેટવર્ક ચલાવતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ જેલમાંથી છેલ્લા મહિનામાં અલગ અલગ બેરેકમાં થી 11 જેટલા મોબાઇલ મળ્યા છે.
100 પોલીસ કર્મીના કાફલાએ સર્ચ કરાયું હતું અને માત્ર તમાકુ અને વિમલ મળી હતી
તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી જેસીપી મનોજ નિનામા અધ્યક્ષ સ્થાન હેઠળ 100 પોલીસ કર્મીના કાફલા સાથે સેન્ટ્રલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. પરંતુ ત્યારે માત્ર તમાકુ અન ેવિમલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી જેલ સત્તાધીશોને કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે.