Charchapatra

કચેરીઓમાં મોબાઈલ ફોન ન્યુસન્સ

જાહેર કે ખાનગી સંસ્થાઓમાં કામમાં વ્યસ્તતા કરતાં પોતાનાં અંગત કામ માટે ફોન કરતા, ગ્રાહક બંધુઓ અકળાઈ જાય એ સ્વાભાવિક છે.આથી સરકારે જાહેરનામું બહાર પાડી દરેક કર્મચારીએ પોતાના ફોન દરવાજે ઊભેલા કે બેઠેલા દરવાનને (વોચમેન) સુપરત કરવા ફરમાન કરવું જાહેર જનતા માટે હિતાવહ છે. ખાસ કરીને સિનીયર સીટીઝનો વધુ વખત ઊભા રહીને થાકી જાય એ સ્વાભાવિક છે. કિંમતી સમયની બરબાદી  થાય છે. આ ન્યુસન્સ અંગે ઘણી વાર ચર્ચાઓ થઇ પણ કોઇ જાતનાં પગલાં લેવાતાં નથી.
અડાજણ          – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મૃત્યુના સાગર તટે
‘ગુ.મિત્ર’ની વિવેકબુદ્ધિ વિકસાવતી ‘રમણભ્રમણ’ કટાર એના નામે ચાલતા ચંદ્રકથી જીવે છે તેમ હયાતીને પ્રમાણિત કરવા ‘જીવન સરિતાને તીરે’ કોલમ સાથે ‘ગુજરાતમિત્ર’ની આ ચર્ચાપત્રની કોલમ પણ વિશેષ લોકભોગ્ય હોવાના લઇને જીવન સરિતા અને મૃત્યુના સાગરને જોવાની સમદૃષ્ટિ ઉજાગર કરે છે. બાકી તો દાનની રકમ મોટી હોય તેથી એની દાનત છૂપી રહેતી નથી અને તમારો મોંઘો ફોન તમને મોંઘેરા બનાવતો નથી.
ધરમપુર – ધીરુ મેરાઈ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top