આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર છે, પણ તેના ગુલામ બની જવું નુકસાનકારક છે.
ખાસ કરીને નાનાં ભુલકાઓ માટે ખાસ. મિત્રો એક સમય હતો જયારે બાળકોને ઘરમાં લાવવા માટે તેમને જબરજસ્તી કરવી પડતી હતી. બાળકોને બહાર રમવું એટલું ગમતું હતું કે અંધારું થઇ જાય તો પણ ઘરે આવવાનું નામ ન લેતા હતા અને હાલમાં આ એક સમય છે કે જયારે માતા પિતા પોતાના બાળકોને બહાર રમવા મોકલવા માટે સમજાવા પડે છે.
પહેલા તો વરસાદ, ઠંડીકે તડકો હોય તો પણ બાળક બાર રમતું. પણ હાલના ટેકનોલોજીના યુગમાં બાળકને તડકા, ઠંડી કે વરસાદની આદત જ નથી પડી. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. બાળક પોતાનું બાળપણ ઘરની બહાર પોતાના મિત્રો સાથે નહિ પરંતુ એક સ્માર્ટ ફોન સાથે પૂરું કરે છે. આના માટે જવાબદાર કોણ?
દરેક બાળકના માતા પિતાએ એક વખત વિચાર કર્યો છે કે આપણે પણ બાળક બની એની બાળપણની રમતો રમીએ. પણ શું થાય? હાલમાં કોઇ વ્યકિત પાસે સમય જ નથી અને સમય છે તો એ સ્માર્ટ ફોન માટે. બાળક તોફાન કરે કે રડે એટલે આપણે મોબાઇલ ફોન આપી ચુપ કરી દઇએ છીએ. પરંતુ તમે વિચાર્યું કે આની અસર બાળક પર કેવી પડશે?
દોસ્તો બાળકનું બાળપણ સ્માર્ટફોનમાં રુંધાય ગયું છે એને બહાર લાવવાના પ્રયત્ન કરો. તો જ બાળકનો સર્વાંગી વિકાસ થશે. એની વિચારસરણીમાં વધારો થશે. સ્માર્ટફોન લઇ બેસી રહેવાથી બાળકના શરીરને પાછળ જતા તેનું સ્વાસ્થ્ય બગડશે. રોગનું ઘર બનશે. આપણે પણ બાળક સાથે રમત રમીશું તો તેનીપણ કસરત થશે અને આપણું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
અમરોલી – પટેલ આરતી જે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.