ગુ.મિ.માં સમાચાર છે કે સુરતની હિરાઘસુની એકની એક પુત્રી વડોદરા ભણવા ગઈ હતી ત્યાં મોબાઈલ પર વાતો કરવામાં સીટીબસની અડફટમાં આવી મૃત્યુ પામી. મોબાઈલથી અકસ્માત, મરણ અને ભણતરમાં અવરોધના ચાર-પાંચ સમાચાર તો જ રોઝ પેપરોમાં વાંચવા મળે જ છે. શિક્ષણ સંસ્થાઓ પણ વારે વારે મોબાઈલના દૂષણોથી બચવા વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે તે આજે પોતે જ બાળકોને મોબાઈલથી ઓનલાઈન શિક્ષણ આપી રહી છે આનાથી દેશની બીજી કઈ દુર્ગતિની વાત થાય! આજે તો કોરોના વાયરસને લીધે મોબાઈલ અને લેપટોપમાં જ રચ્યા પચ્યા રહે છે. કંપનીઓ જ બધાને ઘરેથી મોબાઈલ અને લેપટોપ દ્વારા નોકરી કરવાની સલાહ આપી કામ લઈ ઘર બેઠાં પગાર આપે છે નોકરી-ધંધા માટે તો ઓનલાઈન કાર્ય થાય તે એક રીતે ફાયદામંદ છે કારણ પેટ્રોલનો બચાવ થાય.
ઓફિસમાં ડીસ્ટટીંગનો અમલ કરી શકાય અને થોડી કામચોરી અટકે પરંતુ યુવાનો અને નાનાં બાળકો માટે તો મોબાઈલ અને લેપટોપ એક દૂષણ ગણી શકાય! કુમારવયના યુવક-યુવતીઓ પણ આજે લેપટોપ પર જ કાયમ બેઠેલા દેખાય છે. જાતિયદુષણવાળી ફિલ્મો પણ મોબાઈલ અને લેપટોપ-કોમ્પ્યુટર પર વધી પડી છે એ બધાનો ઉપયોગ કુમારવયનાં તથા નાનીવયના બાળકો કરે છે. ઓનલાઈન ભણતરને લીધે અને આ બધી લીલાઓ જોવામાં કુમારવયનાં અને યુવાન વયનાં યુવાનો તથા યુવતીઓ કાયમ રત રહે છે. તો સરકારને યા શિક્ષણશાસ્ત્રીઓને આનો વિચાર ન આવતો હોય? સાંભળવાનાં પણ અવનવા સાધનો આવવાથી દ્વિચક્રી કે ચાર ચક્રી ધારકો કાયમ મોબાઈલ પર વાત કરતાં જોવામાં આવે છે એનાથી એક્સિડન્ટ થતાં જોવામાં આવ્યા છે સરકાર તો વધારેમાં વધારે દંડ વસૂલ કરી શકે પરંતુ જાન ગુમાવનર શુ કરે? સરકાર, શિક્ષણ શાસ્ત્રીઓ અને માતા-પિતાઓ આ બાબતમાં વાચો વિચાર કરવાની અત્યંત આવશ્યક્તા છે!વિચારો!
પોંડેચેરી – ડો. કે.ટી.સોની -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.