Dakshin Gujarat

‘મોબાઈલ ફોન કેમ કાઢ્યો’ કહી મારામારી કરતા એકનું મોત

ઉમરગામ : ઉમરગામમાં મોબાઈલના (Mobile) મુદ્દે એક શખ્સને માર મારી મોતને (Death) ઘાટ ઉતારી દીધાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.ઉમરગામ સ્ટેશન મીરા ફર્નિચર દુકાનની (Furniture shop) બાજુમાં રસ્તા ઉપર બુધવારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે બે શખ્સો ઝઘડી રહ્યા હતા. જેમાં રાહુલ ઉર્ફે ગૌરવ સુરેન્દર ખરવારએ ‘મોબાઈલ ફોન કેમ કાઢ્યો’ કહી યસ ઠક્કર રાજ ઉર્ફે રાજન ઉર્ફે અન્ના (ઉંમર ૬૦ રહે ગંગાનગર સોળસુંબા, મૂળ રહે તમિલનાડુ) સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી કમરમાં લાતો મારી રોડ ઉપર પાડી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઉમરગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ
લોકો ભેગા થઈ જતા રાહુલ ઉર્ફે ગૌરવ ત્યાંથી નાસવા લાગતા લોકોએ તેને રોકી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા યશ ઠક્કર ઉર્ફે રાજ ઉર્ફે રાજનનુ કરુણ મોત થવા પામ્યું હતું.બનાવની જાણ થતા ઉમરગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પ્રવિણ દાસુ શેટ્ટીએ ફરિયાદ આપતા પોલીસે રાહુલ ઉર્ફે ગૌરવ ખરવાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ઉમરગામના પીઆઇ આર કે રાઠવા કરી રહ્યા છે.

Most Popular

To Top