ગુજરાતમાં સોશ્યલ મિડિયાના પગરણ મંડાવનારના શ્રેયાર્થી હતા અંબાણી જૂથ. એમણે જ ‘કરલો દુનિયા મુઠ્ઠીમેંનું ખૂબ’જ લાલચી સૂત્ર લોકોના કાનમાં ગૂંજતુ કર્યુ. એ સમયના શાસકો પણ પાર્ટિફંડના નફા-નુકશાને કોઈ પણ ભોગે સમતલ કરવા ઉદ્યોગપતિના ખોળે જામી જતા. સમય જતા આજે ગુજરાત બીજુ બિહાર બની જ ગયુ છે. સરકાર અને પોલીસ સમક્ષ રજૂઆત બાદ પણ ઘણા સામાજિક અને આર્થિક ગુનાઓનું અટકવાનું નામ નથી લેતા એ હકીકત છે. મોબાઇલને કારણે દેશભરના વિવિધ રોજબરોજ કુમળી વયની દિકરીઓ પિંખાતી રહી, મોતને ઘાટ ઉતરતી રહી છે, કંઈક કેટલીય સ્ત્રીઓ પર અત્યાચારો, ભારતીય સંસ્કૃતિની પર અસર, લગ્ન વ્યવસ્થા પર અસર, દેશભરમાં કુંવારાઓની સંખ્યા અધધ વધી રહી છે. તેનું કારણ આ મોબાઇલ જ છે.
મોટાભાગના તકસાધુ, સત્તાવાળાઓએ શરૂઆતથી જ આવા પ્રકારના મોબાઇલના ઉત્પાદન, વપરાશ અને વેચાણ વિતરણના કાયદા કાનૂન અને એમાં ય ખાસ કરીને કાયદેસરના વેશ્યાલયોના પરવાના આપવાની બાબતો પર સતર્ક થવાની ખૂબ જરૂરિયાત હતી છે. જો કે, આપણા દેશમાં અત્યારે તો લોકશાહી શાસન હોઈ સહુકોઈ નાગરિકોએ પણ પોતાના નાગરિક ધર્મ બાબતે સજાગ થઈ. પોતે અને પોતાના સંતાનોને મોબાઇલ ફોનની ખરીદી અને વપરાશ અંગેની વયની પુખ્તતા, મનોરંજન અને જરૂરિયાતના અનમોલ પાઠ ભણવા અને ભણાવવા પડશે,
સોનીફળિયા, સુરત – પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.