કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો મુકતો જાય, તે અસરોના સ્વરૂપો અલગ હોય દા.ત. બેકારી, મરણ, સ્વાસ્થ્યનો બગાડો િવ. એવું રાજકાણીઓનું છે, અમુક રાજકારણીઓ તો ટી.બી., કોલેરા, કેન્સર, સ્વાઇન ફલુ, મેલેરિયા કરતાં પણ વધુ ભયંકર બની જાય છે. તેમની ઘાતક અસરો કોમી તોફાનો, આગ, હત્યાકાંડો, બેકારીમાં દેખાયા કરે છે. અનેક રાજકારણીઓ દેવદૂત બનીને ધરતી પર કે ભારત પર ઉતરી આવે છે.
ગર્વ લઇ છાતી ફૂલાતા ફરે છે, પોતાના જ દેશના નાગરિકો પર સામૂહિક હુમલો કરાવી તેને પોતાના ધર્મના રક્ષણનું નામ પણ અઆપી દે છે. જાણે ધર્માત્મા હોય અને ચોકકસ ધર્મના રક્ષણ માટે અન્ય ધર્મમા લોકોનું સત્યાનાશ વાળવા કોઇ હિંસક રાક્ષસી દેવે તેને મોકલ્યા હોય એવો આડકતરો પ્રચાર કરતા પણ શરમાતા નથી. આજે ફોન ઉપાડો એટલે સરકારી પ્રચાર કોરોનાને નામે ચાલુ થઇ જાય છે, એક બાઇ જાય પછી બીજી આવે, એક વાત પુરી થાય પછી હવે રસ્સીવાળી ટેપ વાગવા માંડે છે. માણસ હારી થાકીને ફોન કરવાનું જ માંડી વાળે છે. મોદીને બસ આ જ જોઇએ છે. કોઇ માણસો એકઠા ન થાય, પોતાની વિરુધ્ધ વાત ન કરે, વિરોધ ન કરે અે જ એની રીત રસમ બની ગઇ છે. તેને હવે બધાનો ડર લાગવા માંડયો છે. ફેસબુક, મોબાઇલ, વ્હોટસએપથી પણ એ ગભરાય છે. આ તો ત્રાસ થઇ ગયો છે.
સુરત – ભરતભાઇ પંડયા