રાજ્યમાં લોકોની સમસ્યાઓ અને વિશાળ જન સમુદાયને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મયુર જોષીનું (Mayur Joshi) અવસાન થયું છે. મયુર જોષી એમજે ટીવી (MJ TV) નામના ફેસબૂક (Facebook) પેજના માધ્યમથી લોકોના પ્રશ્નોને ઉઠાવતા હતા.
જનતા રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ જોષી (Mayur Joshi)એ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી માહિતી મુજબ, મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સારવાર સતત ચાલુ હતી અને સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા હોસ્પીટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
મયુરભાઈ જોષીએ MJ TV નામના ફેસબુક પેજ દ્વારા લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓને દેખાડીને સરકારી તંત્રને સાચી કહીકત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમની આ રીતને કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા થોડાક જ સમયમાં હજારોમાં પહોંચી ગઈ હતી. જેથી તેઓએ તમામ શહેરોમાં આ પ્રકારે સરકારી તંત્ર પાસેથી જનતાના લાભાર્થે કામ કઢાવવા જનતા રાજ નામના સંગઠનની રચના કરી હતી. તેઓ સતત લોકોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવે તે અંગેની કામગીરી કરી રહ્યા હતા.