Charchapatra

દૂધમાં ભેળસેળ


દક્ષિણ ગુજરાતમાં અંદાજે 60થી 70% પ્રજા જે મધ્યમ વર્ગમાં સમાય તેઓ સુમુલ ડેરીનું ગોલ્ડ, શક્તિ પ્લાસ્ટીકની થેલીમાં પેક ફીલ્ડ ભાવે દરરોજ ખરીદે. શરૂઆતનાં વર્ષોમાં ખૂબ નામના હતી. ભરોસો આજે પણ ઘરાકો રાખી એ દૂધ વાપરે છે. દક્ષિણ ગુજરાતમાં દૂધની ખોટ હોય એમ લાગતું જ નથી. ઋતુ પ્રમાણે વધ-ઘટ થાય. ભાવવધારો તાત્કાલિક અમલમાં મૂકાય. તાજેતરમાં  મૂકાયો છે. યાદશક્તિ દગો ન દેતી હોય તો નવેમ્બર ડિસેમ્બર માસમાં જ્યારે બાટલીમાં દૂધ આવતું ત્યારે ભાવ ઘટતા. એ તો ભૂલી  જ જવાનું! ભાવવધારો સત્વરે અમલમાં આવે! મહારાષ્ટ્રથી વાસી પાવડર મંગાવવાની એવી તે કેવી જરૂર પડી? ભેળસેળિયા દૂધ ગ્રાહકોને મોકલવા માંડ્યું. જે બાળકો પીએ છે.
અડાજણ,સુરત      – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

એક એવું ગામ
એક અનોખા ગામ વિશે જાણવા મળ્યું. ગુજરાતમાં એક એવું ગામ છે જેને ‘‘દીકરી ગામ’’ કહેવામાં આવે છે. ગામના દરેક ઘરની બહાર દીકરીઓના નામની પ્લેટ લાગેલી જોવા મળે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું ‘પાટીદડ’ ગામ આજે એક અનોખી ઓળખ ધરાવે છે. ‘દીકરી ગામ’ તરીકે ઓળખાતા આ ગામે સ્ત્રીશક્તિકરણ અને સમાનતાની દિશામાં એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે, જે દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગામ દીકરીઓનું સન્માન કરે છે પરંતુ સમાજની માનસિકતામાં પરિવર્તન લાવવાનો પણ પ્રયાસ કરે છે. ખરેખર આ ગામનાં લોકોના વિચારો ખૂબ જ પરિવર્તનશીલ ગણાવી શકાય. દીકરીઓને માટે જે લાગણી માન સન્માન બતાવીને આ પ્રશંસનીય કાર્ય કર્યું છે તેને માટે ગૌરવ લેવા જેવી વાત છે.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top