નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ulta Chashma) રોશન સિંહ સોઢીનું (Roshan Singh Sodhi) પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ (Gurcharan Singh) 22 એપ્રિલથી ગાયબ છે. જેના કારણે ગુરુચરણનો પરિવાર મિત્રો અને ચાહકો બધાં જ તેમના માટે ચિંતિત છે. 22 એપ્રિલે ગુરુચરણના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હજુ સુધી ગુરુચરણ ક્યા ગાયબ (missing) થઇ ગયા છે તે વિશે કંઈ પણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે.
હવે આ મામલામાં એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુરુચરણ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. ગુરુચરણ મુંબઈ જવા માટે દિલ્હીના પોતાના ઘરેથી જવા નીકળ્યા હતા પરંતુ ન તો અભિનેતા મુંબઈ પહોંચ્યા કે ન તો દિલ્હીમાં પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ તેમના પિતા ભયભિત થયા અને ફરિયાદ નોંધાવી હતી.
અભિનેતા લગ્ન કરવાના હતા
પ્રાપ્ત અહેવાલ મુજબ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા અને આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર- તેઓ પોતાના ઘરેથી દિલ્હી એરપોર્ટ માટે નીકળ્યા હતા. પરંતુ ફતી પરત આવ્યા ન હતા.
કહેવામાં આવી રહ્યું છે કે સોઢી દિલ્હીની સડકો પર બેગ લઈને ફરતા જોવા મળ્યા હતા. ગુમ થયા પહેલા તેમણે દિલ્હીના એટીએમમાંથી 7000 રૂપિયા ઉપાડી લીધા હતા. તેમજ ગુરુચરણના ફોનનું છેલ્લું લોકેશન દિલ્હીનું હતું. તેઓ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હતા. બસ ત્યારથી જ તેનો ફોન સ્વીચ ઓફ છે. તેમને છેલ્લી વાર પાલમ દ્વારા તેમના ઘર પાસે શોધી કાઢવામાં આવ્યા હતા.
થોડા દિવસોથી મારી તબિયત સારી ન હતી
સોઢીની મિત્ર મિસ સોનીએ પિંકવિલા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતાની તબિયત પણ સારી ન હતી. તેમણે કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા હતા. તેણીએ કહ્યું કે સોઢી છેલ્લા કેટલાક દિવસોથી યોગ્ય રીતે ભોજન પણ કરી રહ્યા ન હતા.