‘ગુજરાતમિત્ર’ બહોળો વાચક વર્ગ તો ધરાવે જ છે, સાથોસાથ ચર્ચાપત્ર વિભાગ પણ એટલો જ લોકપ્રિય છે. વાચકોના આ પ્રિય વિભાગમાં તા. ૨૨ સપ્ટેમ્બરે છપાયેલાં તમામ ચર્ચાપત્રમાં માનવ કેન્દ્રસ્થાને રહ્યો. “ માણસ નહિ, પણ તેનું કામ મૂલ્યવાન છે; માણસની જિંદગી પાણી કરતાં પણ સસ્તી થઈ ગઈ છે; મોબાઈલે માણસને રમકડું બનાવ્યો;અખતરો ખતરો ન બની જાય, તેવી આરોગ્યલક્ષી જાણકારી માણસોને ( લોકોને) આપી તો , શ્રી બાળકૃષ્ણજીએ સ્વ. પ્રવીણકાન્તજીની ‘ગુજરાતમિત્ર’ પ્રત્યેની પ્રામાણિકતા, નિષ્ઠા અને મહત્ત્વાકાંક્ષાઓ રજૂ કરી શ્રધ્ધાંજલિ અર્પી,” માણસની જુદીજુદી ઈચ્છાઓ, સ્વપ્નો,મનની અવસ્થા અંગે વિચારતાં કરી મૂકે તેવી લાલસાભરી જિંદગી! ત્યારે અચાનક માનવમન અંગે કયાંક વાંચેલી પંકિતઓ યાદ આવી ગઈ; “ ધગધગતી મધ્યાહને મ્હાલે , સાંજ પડે અકળાતું; કંટક સાથે પ્રીત કરે ને, પુષ્પોથી શરમાતું , ઓ મન ! તું જ નથી સમજાતું. “ મેળવવાની દોડમાં, માણવાનું ભૂલી જતો માણસ ઘણું ગુમાવી રહ્યો છે.
સુરત – અરુણ પંડ્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.