Vadodara

મોરલીપુરા કેનાલમાં લાપતા યુવકની ભાળ ન મળતા કલેક્ટરને રજૂઆત

વડોદરા : ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલા બ્રાહ્મણ પરિવારના એકના એક પુત્રની શોધખોળ કરવા વૃદ્ધ માતા તથા લાપતા યુવકના મિત્રો દ્વારા કેનાલના દરવાજા બંધ કરાવી ફાયર બ્રિગેડ દ્વારા પુત્રની શોધખોળ કરાવવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગત તા.18-03-22ને ધૂળેટીની સાંજે એક બ્રાહ્મણ પરિવારનો એકનો એક દિકરો નામે જીત પ્રદિપકુમાર જોશી કે જે શેર બજારની ઓફિસમાં નોકરી કરી માતા અને પોતાનું ગુજરાન કરતો હતો.તેને ધૂળેટીના સાંજે તેનો મિત્ર યશરાજ તેની એક્ટિવા પર બેસાડી નિમેટા તરફ જવાના રોડે મોરલીપુરા કેનાલ ખાતે લઇ ગયો હતો. જ્યાં યશરાજના જણાવ્યા અનુસાર જીતનો પગ લપસી જતાં કેનાલના પાણીમાં તણાઇ ગયો હતો અને આ અંગેની જાણ પરિવાર મિત્રોને થતાં તેમણે ફાયરબ્રિગેડ તથા જરોદ પોલીસને જાણ કરી હતી.

જેને લઈ ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે શોધખોળ આદરી હતી.પરંતુ પાણીના પ્રવાહ વધુ હોવાથી અને અંધારું હોઇ જીત મળ્યો ન હતો.ત્યારે આજે પાંચ દિવસ વિત્યા છતાં જીતનો પતો ન મળતા જીતની વિધવા માતા ઉ.વ.72 ઉષાબેન પ્રદિપકુમાર જોશી તથા જીતના મિત્રોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જીતની શોધખોળ કરવા રજૂઆત કરી હતી.જીતની માતા ઉષાબેન એ જણાવ્યું હતું કે હાથી 18 વર્ષ પહેલા મારા પતિ મૃત્યુ પામ્યા હતા.ત્યારથી હું વિધવા તરીકે એકલવાયું જીવન જીવું છું.મારે સંતાનમાં એકનો એક પુત્ર 27 વર્ષીય જીત જે પોતે શેર બજારની ઓફિસમાં નોકરી કરતો હતો.તેનાથી જ અમારા ઘરનું ગુજરાન ચાલતું હતું. ધુળેટીના દિવસે તે મિત્રો સાથે મોરલીપુરા કેનાલ ગયો.જ્યાં તેનો પગ લપસી ગયા બાદ આજ દિન સુધી તેની કોઈ ભાળ મળી નથી.જેથી મોરલીપુરા કેનાલના દરવાજા બંધ કરાવી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ દ્વારા પુત્રની કેનાલમાં શોધખોળ કરે તેવી રજુઆત કરી હતી.

Most Popular

To Top