Columns

મિસ યુનિવર્સ હરનાઝ બોલિવુડમાં કેટલીહીટ, કેટલી મિસ?

સૌંદર્ય સ્પર્ધા જીતનારી બ્યુટી ક્વિનનું વિશેષણ તો ધારી લે છે પણ શું તેને આપોઆપ અભિનય પણ આવડી જતો હશે? ‘બાગી-4’ નામની ફિલ્મ આવી રહી છે અને તેમાં ટાઈગર શ્રોફ તો છે. સંજય દત્ત પણ છે અને તે બંને ઉપરાંત સોનમ બાજવા અને હરનાઝ સંધુ કામ કરી રહી છે. હરનાઝ આ પહેલાં બે પંજાબી ફિલ્મમાં આવી ચૂકી છે અને તેને અભિનયની તક એટલા જ માટે મળેલી કે તે મિસ યુનિવર્સ 2021 જાહેર થયેલી અને તે પહેલાં ફેમિના મિસ ઈન્ડિયા- પંજાબનો તાજ તેના માથે ચમકેલો. ગુરુદાસપુર નજીકના ગામની હરનાઝ જાટ શીખ છે. સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી ફિલ્મોવાળા તેના તરફ ઝૂકવા માંડયા અને હવે હિન્દી ફિલ્મ તરફ તે ઝૂકી છે. ફિલ્મોમાં કામ કરવા પહેલાં તે ટી.વી.ના ઘણા શોમાં આવી ચૂકી છે અને એકાદ મ્યુઝિક વિડિયોમાં પણ દેખાઈ હતી. હવે હિન્દી ફિલ્મમાં આવવું તેના માટે મહત્ત્વનું બની ગયું છે.
હરનાઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી ચૂકી છે. યોગા, મેડિટેશનમાં નિયમિત છે. તે કહે છે કે મેન્ટલ હેલ્થ જાળવવી એટલી જ અગત્યની છે. સૌંદર્ય સ્પર્ધા જીતી ગઈ તે તો હવે ત્યાં પૂરી થઈ. હવે ફિલ્મોમાં કામ કરવું મારા માટે નવા પડકાર જેવું છે. અત્યાર સુધીમાં અનેક બ્યુટી ક્વીન ફિલ્મોમાં સફળ રહી છે તે ખરું પણ દરેકે પોતાની રીતે મહેનત કરવાની હોય છે. અભિનય એક જુદું ફિલ્ડ છે અને એટલે તે માટે ઘણી તૈયારી સાથે કામ કરું છું. પંજાબી ફિલ્મ કર્યા પછી કેમેરા સામે સહજ રહેવાનું શીખી છું. પણ હિન્દી ફિલ્મોની દુનિયા ઘણી મોટી છે. ‘બાગી-4’ માં કામ કરવાનો અનુભવ સારો છે પણ ફિલ્મ રિલીઝ થયા પછી જ બીજી વાત થઈ શકે. •

Most Popular

To Top