National

‘મને વૈશ્યા જેવું ફીલ કરાવાયું’, મિસ ઈંગ્લેન્ડે અધવચ્ચે મિસ વર્લ્ડ સ્પર્ધા છોડી, તેલંગાણામાં હેરેસમેન્ટનો આક્ષેપ

હૈદરાબાદમાં આયોજિત મિસ વર્લ્ડ 2025 સ્પર્ધાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ભારત આવેલી મિસ ઇંગ્લેન્ડ 2024 મિલા મેગીએ સ્પર્ધા અધવચ્ચે જ છોડી દીધી છે. મિલાએ આયોજકો પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. મિલાના મતે તેલંગાણામાં તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું ન હતું. તેણીને વેશ્યા જેવી લાગણી કરાવવામાં આવી.

પીટીઆઈ અનુસાર, મિલા મેગી દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ તેલંગાણાના વરિષ્ઠ આઈએએસ અધિકારી જયેશ રંજને કરી હતી. તેમનું કહેવું છે કે તેમને મિલા દ્વારા કરાયેલા કથિત ઉત્પીડનના આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી.

24 વર્ષીય મિલા મેગીએ દાવો કર્યો હતો કે તેલંગાણામાં તેણીને હેરાન કરવામાં આવી હતી. તે 7 મેના રોજ સ્પર્ધામાં ભાગ લેવા હૈદરાબાદ આવી હતી અને 16 મેના રોજ લંડન પરત ફરી હતી. ‘ધ સન’ ને આપેલા ઇન્ટરવ્યુમાં મિલાએ પોતાની આપવીતી વર્ણવી હતી. મિલાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્પર્ધકોને આખો દિવસ મેકઅપમાં રહેવાની સૂચના અપાઈ હતી. તેણીને આખો દિવસ બોલ ગાઉનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. નાસ્તા દરમિયાન પણ ગાઉન પહેરી રાખવો પડતો હતો.

યુવતીઓ પર ફાઇનાન્સરો સાથે પરિચય વધારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મિલા કહે છે કે તે આ કાર્યક્રમમાં પરિવર્તન લાવવા ગઈ હતી. પરંતુ અહીં સ્પર્ધક યુવતીઓને વાંદરાઓની જેમ બેસાડી રાખવામાં આવી હતી. તે ભૂતકાળમાં કયાંક ખોવાઈ ગઈ હતી. તે તેનો ભાગ ન બની શકે.

જ્યાં સુધી તેણીએ જોયું ચીજો બદલાઈ નથી. દુનિયાના જેટલાં પણ ક્રાઉન અને સૈશ છે તેનો કોઈ મતલબ નથી જ્યાં સુધી તમે તમારો અવાજ ઉઠાવી પરિવર્તન ન લાવી શકો.

મિલાએ કહ્યું કે 6 મહેમાનોના દરેક ટેબલ પર બે છોકરીઓને બેસાડાઈ હતી. તેમને આખી સાંજ મહેમાનોની સાથે બેસીને તેમનું મનોરંજન કરવાનું કહેવામાં આવ્યું. આ ખોટું હતું. તે લોકોનું મનોરંજન કરવા માટે અમે સ્પર્ધામાં ગયા ન હતા.
મિલા કહે છે- મને વેશ્યા જેવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. સ્પર્ધા અધવચ્ચે જ છોડી દેવાથી મારા ચાહકો અને અન્ય સ્પર્ધકોને આઘાત લાગ્યો.

કેટી રામા રાવે ઘટનાની તપાસની માંગ કરી
રવિવારે તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે મિલા મેગી સાથે જોડાયેલી ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે મિલાની માફી માંગી. તેમણે કહ્યું કે તેમના રાજ્યમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. તેમણે જે કંઈ સહન કર્યું તે વાસ્તવિક તેલંગાણાનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે મિલા સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી અને તપાસની માંગ કરી.

Most Popular

To Top