માનવીય જરૂરિયાતની નિયમિત રોજે રોજ જીવે ત્યાં સુધી લેવી પડે તેવી દવાઓ પર સરકારે દવા કું. ઓ દ્વારા થતી લૂંટફાટ, ડોકટરોને અપાતા માતબર ભેટ સોગાદો પર નિયંત્રણ લાવવા માટે જૈવિક દવાઓ માટેના અલગ મેડીકલ સ્ટોર ખોલ્યા અને જરૂરિયાતમંદો તે જૈવિક દવાઓ પણ વાપરતા થતાં જેનો ફટકો ખાનગી મેન્યુ. કરતી દવા કું.ઓ પર પડી અને તે ફટકો ઓછો કરવા માટે એક વાત વહેતી મૂકી કે જૈવિક દવા અસરકારક નથી અને આ હવામાં જોડાતા જેઓના અંગત આર્થિક માતબર સ્વાર્થ છે તેવા ડોકટરો જેને દવાનું જરા પણ જ્ઞાન કે ભાન નથી તેવાં દર્દીઓ અને આ હવાને કારણે અસરકારક દવા લેનાર જૈવિક દવાઓનાં દર્દીઓનો વિશ્વાસ પણ હલી ગયો અને તેઓ પણ તે પરથી મોઢું ફેરવી લીધું. જયાં દવા પરથી વિશ્વાસ જ ઊઠી જાય તે દવા ગમે તેટલી અસરકર્તા હોય તો પણ તેનું પરિણામ નકારાત્મક જ આવે તે માનસિક પ્રક્રિયા છે. કોઇ અંગત સ્વાર્થ કાજે કે કોઇ સમજ વગર આવી દવાવિરોધી વાતો કરે કે ફેલાવે તેને અવગણો.
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુદ્ધના સંકટ અને ગેરફાયદા
છેલ્લાં ઘણાં વર્ષોથી દેશમાં અસ્થિરતા યુદ્ધની ચળવળ અને આ યુદ્ધના વિષના છાંટા આપણા ભારત સુધી પહોંચશે અને ઇરાન સાથેના જૂના સંબંધ અને ઇઝરાયલ સાથેના નવા સંબંધ કોઇ ગંભીર સ્થિતિ ઊભી ન કરે તો સારું. આપણો દેશ તેલ એટલે કે ક્રુડ ઓઇલ માટે પશ્ચિમ એશિયા પર ભારતની નિર્ભરતા વધુ છે. એક બાજુ રશિયા યુક્રેન પણ જંપીને બેસતાં નથી. આ એક ત્રીજા વિશ્વયુદ્ધનું રીહર્સલ કરે તો ખોટું નથી અને આ બધામાં મેઇન રોલ જો હોય તો તે છે અમેરિકાની ખંધાઇ અને પાડોશીઓની આડાઇ. ભારતે ચેતી ચાલવું પડશે. કારણ આપણી બાજુમાં ચાઈના શકુનિ મામા રાહ જોઇને બેઠો છે. બાંગલા દેશમાં અરાજકતા-પાકિસ્તાન તો નેસ્તનાબૂદની કડાર પર છે એનો લાભ ચીન લઇ રહ્યો છે.
યુક્રેન સર્વનાશના આરે આવીને ઊભું છે અને આપણો દેશ આંતકવાદના ભરડામાંથી બહાર નથી નીકળતો. આ ક્રુડ ઓઇલની અસર બધા બિઝનેસ પર પડે છે.અત્યારે સ્ટોક માર્કેટમાં સૌથી વધુ રોકાણ અમેરિકા, ચાઈના, સીંગાપુર અને યુરો કન્ટ્રી કરી રહી છે અને અર્થતંત્રનું બેરોમીટર છે.આ યુદ્ધના બ્યુગલો બંધ થાય તો સારું. નહીંતર આડકતરી રીતે આપણા અર્થતંત્ર પર આની અસર લાંબા ગાળે જરૂર ભયજનક દેખાશે.
સુરત – તુષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.