ફોર્મ્યુલા કાર રેસિંગ (formula car racing)ની વાત કરીએ તો આ વિશ્વની પ્રથમ કક્ષાની કાર રેસિંગ છે. જેમાં વિશ્વના નામાંકિત રેસર (car racer) સ્પોર્ટસ કાર દ્વારા પોતાની નિપૂણતા સાબિત કરતા હોય છે.
આવી રેસમાં ભાગ લેવા માટે પસંદ થવું એ ઘણી મોટી વાત હોય છે. તેમાં ભાગ લેવા માટેના ધારાધોરણો એટલા કઠીન હોય છે કે તેમાં ગમે તે રેસર ફરી શકતો નથી. આવી ફોર્મ્યુલા કાર રેસિંગમાં મહિલા વિભાગ (ladies wing)માં ભારત કયાં પણ શોધ્યું જડે એમ ન હતું. અહીં મીરા એરડા (mira erda)એ વિશ્વ મહિલા રેસિંગમાં ભાગ લીધો એટલુ જ નહીં પરંતુ તેમાં વિજેતા બની ભારત માટે સૌ પ્રથમ ટ્રોફી લાવનાર મહિલા રેસર બનવાનો વિક્રમ પોતાના નામે કર્યો તેના આ વિક્રમ સાથે વડોદરાનું નામ જોડાયું કેમ કે તે વડોદરાની છે.
પિતા કિરિટભાઈ એરડાએ માત્ર નવ વર્ષની પુત્રી મીરાનો કાર રેસિંગ પ્રત્યેના લગાવ ઓળખી લીધો અને તેમણે મીરાને તેની પસંદગીની ફિલ્ડમાં જવા માટે લીલી ઝંડી આપી. પરંતુ તેને જરૂરી દરેક પ્રકારની સગવડો પણ ઉપલબ્ધ કરાવી. જેને પૂર્ણ ન્યાય આપતા મીરાએ સખત મહેનત દ્વારા ઈન્ટરનેશનલ મહિલા રેસર બની. વર્ષ 2010 થી મીરાએ રેસિંગમાં ઝંપલાવ્યું દિવસો માટે રેસિંગની ઘનિષ્ઠ તાલિમ લીધી અને હૈદરાબાદ ખાતેની મહિલા રેસમાં પ્રથમવાર ભાગ લીધો હતો. વિજેતા બની તે બાદ આંતરરાષ્ટ્રીય રેસોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મલેશિયા ખાતેની રેસમાં વિજેતા બની તેણે સતત છ રેસમાં ટૂંકાગાળામાં ભાગ લીધો હત.
માત્ર 14 વર્ષની વય તેણે ફોર્મ્યુલા રેસમાં ભાગ લીધો ત્યારે તે દેશની સૌથી નાની વયની રેસર હતી. 2016 માં ફોર્મ્યલા રેસમાં તે વિજેતા બની. તે સાથે તેણે હાઈએસ્ટ કલાસ મોટરસ્પોર્ટસ ચલાવનાર પ્રથમ મહિલા હોવાની સિદ્ધિ પણ મેળવી હતી. વર્ષ 2019માં તે વર્લ્ડ એસએફમાં પસંદ થઈ ફોર્મ્યુલ રેસિંગ વિવિધ તબક્કે વિવિધ દેશોમાં થાય છે. જેમાં ચીન, મલેશિયા, હોંગકોંગ, ફિલિપાઈન્સ, ભારત વિગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત રેસોમાં ભાગ લઈને ટ્રોફી જીતી રેસિંગ માટે મીરાએ બીજા ઘણી સિદ્ધિઓ મેળવી છે.