દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. એક જ દિવસમાં 28 લોકોનાં મોત થયાં. દેશમાં કુલ પોઝિટિવ કેસ વધીને 4281 થયા છે, જેમાં 3851 કેસ સક્રિય છે, 318 લોકો સાજા થયા છે અને 111 લોકોના મોત થયા છે.
કોવિડ -19 ની નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં બપોરે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, પુણ્ય સલિલા, ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવે પણ લડાઈ લાંબી ચાલવાના સંકેત આપ્યા છે. દેશમાં સંક્રમિત કોવિડ -19 ની સંખ્યા 4067 પર પહોંચી ગઈ છે. જેમાં 76 ટકા પુરુષો, 24 ટકા મહિલાઓ, 47 ટકા 40 વર્ષથી ઓછી વયના છે. એઈમ્સના ડાયરેક્ટરે કહયું કે કોરોના કેટલાક સ્થળોએ સ્ટેજ -3 માં પહોંચ્યું છે. જો સાચવીશું નહીં તો સ્થિતિ ગંભીર હોવાની સંભાવના છે. લોકોની બેદરકારીને કારણે મામલો વધી રહ્યો છે.
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ -19 દેશના કેટલાક સ્થળોએ સ્ટેજ -3 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે હરિયાણાના પાંચ ગામોને ક્વોરેન્ટાઈન કરી તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે ભાજપના મુખ્યાલય ખાતે સ્થાપના દિવસ પર કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે કોવિડ -19 સામે લાંબી લડતનો સંકેત આપ્યો હતો. બપોરે વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી.