દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં ખોટા આદિવાસી પ્રમાણપત્ર હોવાના વિરોધમાં આદિજાતિ મંત્રી બનેલ નિમિષાબેન સુથારનો વિરોદ વંટોળ ભારે જાેવા મળી રહ્યો છે. આજરોજ દાહોદના આદિવાસી સમાજ દ્વારા દાહોદના હાઈવે રસ્તા ઉપર પહોંચી જઈ નિમિષાબેન સુથારની સાથે સાથે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, નરેન્દ્ર સોની સહિતના ભાજપના અગ્રણીઓના પુતળાનું દહન કરી ભારે વિરોધ દર્શાવી અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
ખોટા આદિ જાતિ પ્રમાણપત્ર મુદ્દે આદિવાસી સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી પ્રમાણપત્રના આધારે ધારાસભ્ય તેમજ આદિજાતિ મંત્રી બનેલા નિમિષાબેન સુથારને સાથ સહકાર અને ટેકો આપવા માટેના ગુજરાત ગુજરાત રાજ્ય ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ આ નિવેદન અનુસાર દાહોદના આદિવાસી પરિવારના આગેવાન કેતન બામણીયા, શિરીષ બામણીયા તેમજ આદિવાસી પરિવારના કાર્યકર્તાઓએ આજરોજ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત રેલવે ક્રોસિંગ પર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર નિમિષાબેન સુથાર તેમજ પોતાની સ્કૂલમાં કાર્યક્રમમાં બોલાવનાર ભાજપના આગેવાન નરેન્દ્ર સોનીના પૂતળા બાળ્યા હતા.
આદિવાસી પરિવારના આગેવાનોએ પ્રથમ તો દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના ગળામાં બુટ ચંપલના હાર પહેરાવી જશવંત ભાભોર હાય હાય, નિમિષાબેન સુથાર હાય હાય, તેમજ નરેન્દ્ર સોની હાય હાયના સૂત્રોચ્ચાર કરી તેઓના પૂતળા દહન કર્યાં હતાં અને નિમિષાબેન સુથારને મંત્રી પદેથી હટાવવા માટે દાહોદ સહિત મધ્ય ગુજરાતમાં આવેદન આપ્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં આદિવાસી પરિવાર દ્વારા આ મુદ્દે આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી હતી.