SURAT

સુરતમાં ૪૮ કલાકમાં પારો અઢી ડિગ્રી ગગડતા વહેલી સવારે ઠંડીનો ચમકારો

સુરતઃ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે. લઘુત્તમ (Minimum) તાપમાનમાં (Temperature) ઘટાડો શરૂ થતા ઠંડીનો ચમકારો શરૂ થયો છે. છેલ્લા ૪૮ કલાકમાં રાતનું તાપમાન અઢી ડિગ્રી ગગડીને ૨૨ ડિગ્રીએ પહોંચ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસાની સિઝન લાંબી ચાલી છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઇ ગયા છે. જેથી ઉનાળામાં નાગરિકો તથા ખેડૂતોને પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 

16થી 17 ઓક્ટોબરે ચોમાસુ વિધિવત વિદાય લેશે. વાદળો હટી જતાં વાતાવરણ પણ સ્વચ્છ દેખાઈ રહ્યું છે. બીજી તરફ ડબલ ઋતુ વચ્ચે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. દિવાળી પહેલાં જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવાર પહેલાં જ પરોઢથી માંડીને સવારે 10 વાગ્યા સુધી ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. હવામાન નિષ્ણાંતોના મત મુજબ દિવાળી બાદ ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. વિતેલા ચોવીસ કલાકમાં જ રાતનું તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું.

Most Popular

To Top