વડોદરા : ગુજરાતમિત્રના અહેવાલ બાદ પીસીબીએ રૂ.7 કરોડની માસ્ટર આઈડી ઉપર રમાતા સટ્ટાના કેસને લઈ ધડાધડ કામગીરી કરવાનું શરૂ કરી દિધુ છે. તે સટ્ટાના કેસને લઈ પીસીબી દ્વારા અગાઉ પકડાયેલા 8 આરોપીના નામ સહિત અહેવાલ જાહેર થતા જ એક સાથે 6 આરોપીઓને જાહેર કરાયા હતા. અને તેમાંથી એકની પાસા કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ પુરે-પુરા શહેર પોલીસ બેડમાં સનસનાટી મચી ગઈ હોવાનું સાથે જ કેસના પડઘા પાટનગર સુધી પડ્યા હોવાનું ચર્ચામાં આવ્યુ હતું.
ગત 22 એપ્રીલે પીસીબી દ્વારા શહેરમાં મોટામાં મોટી રૂ.7 કરોડની માસ્ટર આઈડી મારફતે રમાતા ક્રિકેટના સટ્ટાને પકડી પાડવામાં આવ્યુ હતું. આ કેસમાં પીસીબીના ઈતિહાસમાં પહેલી વખત ટીમ દ્વારા 110 આરોપીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. જોકે આ કેસને લઈ ગુજરાતમિત્ર દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પીસીબીએ અગાઉ 110 માંથી ફક્ત 3 જ આરોપી પકડ્યા હોવાનું જાહેર કરાયુ હતું. જોકે તે બાદ તે સમય દરમિયાન અન્ય પણ કેટલાક આરોપી પકડાયા હતા પરંતુ તે જાહેર કરવામાં નહોતા આવ્યા હોવાનું ચર્ચામાં આવ્યુ હતું.
ત્યારે ગુજરાતમિત્રનો અહેવાલ જાહેર થતા જ પીસીબી એકશન મોડમાં આવી ગઈ હતી. અને એકાએક અગાઉ પકડવામાં આવેલા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અને તે સાથે એક જ દિવસમાં છ આરોપીઓને પકડી લઈ તેઓને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી મોહમદમુનાફ ઉર્ફે મોટોને પાસા હેઠળ જામનગર જેલ ભેગો કરી દેવાયો હતો. આ કેસ દિવસેને દિવસે વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. જો આ કેસમાં ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો અન્ય કેટલા મોટા ખુલાસા થઈ શકે છે. અને સાથે જ તેનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી શકે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે, કેસની તપસાનો પરીણામ શું આવે છે? જોકે કેસમાં પીસીબી પર શંકાની સોય તકાઈ રહી છે. જેને લઈ ડીસીપી ક્રાઈમ કેસનું સુપરવિઝન કરશે.