Madhya Gujarat

સંતરામપુરમાં સ્ટેટ હાઈવેના નવીનીકરણમાં કરોડોનું આંધણ

સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ધોવાણ થતાં ખાડાં પડી ગયાં હતા. જેને કારણે રસ્તા પર થીંગડાઓ મારવા પડ્યાં છે. સંતરામપુરના સ્ટેટ હાઈવેની નવીનીકરણની કામગીરી બરાબર થયેલી ન હોઇ અને રોડ હલકી કક્ષાનો બનેલો હોય આ રોડ બન્યા પછી પ્રથમ વરસાદમાં કેટલાક સ્થળે ક્ષતિગ્રસ્ત થતાં આવી જગ્યાએ ડામરના થીંગડાઓ નવા રોડ પર મારવા પડ્યાં છે.

આમ પ્રથમ વરસાદમાં જ આ રોડની કામગીરીનો ભ્રષ્ટાચાર અને હલકી કામગીરીની પોલ ખૂલી પડી ગઇ છે. આ રોડની આસપાસની કામગીરી નિયત પ્લાન એસ્ટીમેન્ટ મુજબની પોહળાઈ સાથે સંપુર્ણ રીતે પ્લાન એસ્ટીમેન્ટ મુજબનું કામ થયેલું છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે. આ રોડની કામગીરી હલકી કક્ષાની હોવાથી ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઇ ગયું છે. આમ કરોડો રૂપિયા ખર્ચીને હાલમાં જ બનાવામાં આવેલા આ રોડની આવી દૂર્દશા પ્રથમ વરસાદમાં થઈ તેજ બતાવે છે કે આ રોડની નવીનીકરણની કામગીરીમાં નર્યો ભ્રષ્ટાચાર થયો છે.

Most Popular

To Top