શ્રીમદ્ ભાગવત – દશમ સ્કંધ (પૂર્વાધ)માં શ્રીકૃષ્ણ ભગવાનની કથા વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. કથામાં કેટલોક ભાગ મનુષ્ય અવતાર ધારણ કરનાર દેવકી નંદન કૃષ્ણ ભગવાનની ઐતિહાસિક ઘટનારૂપે લખેલો છે, ત્યારે કેટલોક ભાગ પર બ્રહ્મ અને માયાના કાર્યરૂપ શરીરોના વિાલસરૂપ – આધ્યાત્મિક છે. ઐતિહાસિક અને આધ્યાત્મિક ભાગનું સંિમલન ભકતજનોને સતત બ્રહ્મચિંતન રહેવા માટે અત્યંત ઉપકારક છે, તો પણ વિધર્મીઓના તથા નાસ્તિકોના આક્ષેપોથી બચવા માટે આધ્યાત્મિક ભાગની આધ્યાત્મિકતા સમજી લેવાની જરૂર છે. જેથી અધ્યાત્મિક કલ્પનાનું મૂળ જે કૃષ્ણોપનિષદમાં છે, તે સારગ્રાહી દૃષ્ટિવાળા વિવેકીજનોને માટે આપેલ છે. શ્રીમદ્ ભગવદ ગીતાનું ધ્યાન વંદન શ્લોક ભાવાર્થમાં જણાવ્યું છે કે સર્વ ઉપનિષદો રૂપી ગાયો છે તેના દોહનારા ગોપાલ નંદન શ્રીકૃષ્ણ ભગવાન છે. અમૃત જેવું દૂધ છે અને તે દૂધના ભોકતા બુદ્ધિશાળી પુષ્પો છે.
સુરત જીવણભાઇ પડાયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમૃત જેવું દુધ છે ગીતા ગ્રંથ
By
Posted on