સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની સામે લડવા માટે પણ અનેક ઔષધિઓ સામેલ હોવાના દાવાઓ વખતોવખત થયા છે. કોરોનાની સામે લડવા માટે એલોપેથી પણ મેડિકલ ઇન્ફાસ્ટ્રક્ચરના અભાવે વ્યર્થ સાબિત થઈ રહી છે ત્યારે આયુર્વેદ એકમાત્ર ઉપચાર છે જે દર્દીઓને સાજા કરી રહ્યો છે. શહેરના સચીન વિસ્તારમાં આવેલા આયુર્વેદિક તબીબ ડો.પીનલબેન રાણાએ કોરોના વાઈરસના કેટલાક દેશી ઇલાજ જણાવ્યા છે.
કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીરની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસેથી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી 100 ટકા લાભ થાય છે. જરુર છે યોગ્ય પરેજી સાથેની આહાર વિહારને ઉપચાર કરવાની અને એ સાથે ધીરજ જાળવવાની જરૂર છે. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તેજ ઔષધો લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે.
90 નીચે ઓક્સિજન જાય તો આયુર્વેદમાં ઇલાજ
જે દર્દીને ઓક્સિજન લેવલ 90 થી નીચે હોય તેમને દર કલાકે નાસ લેવાનો હોય છે. રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ લવીંગ, મરી, તુલસીનો અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનો. નાસ લેતી વખતે જાડો ટોવેલ ઓઢી લેવો. જે દર્દીનું ઓક્સિજન લેવલ 95 થી નીચે જાય કે ઓક્સિજન સામાન્ય કરતા ડાઉન થાય એટલે ત્રણ-ત્રણ કલાકે નાસ લેવાથી ગણતરીના કલાકોમાં પરિણામ દેખાશે. આ સિવાય શ્વાસકસ ચિંતામણી રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવન કીર્તી રસ, સુવર્ણ મકરધ્વજ વાટી લાઈફ સેવીંગ આયુર્વેદીક ડ્રગ્સ છે. જે તબીબની સલાહ મુજબ દર્દીને આપવામાં આવે તો વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીને પણ બચાવી શકાય છે. પખવાડિયામાં 150 થી 200 દર્દી આઈસીયુમાંથી બહાર આવ્યા. તેમને 48 કલાક માત્ર મગનું સુપ, સફરજનનું સુપ, ગોળ-લીંબુ-પુદીનાનું ગરમ શરબત આપવામાં આવે તો ગણતરીના દિવસમાં સાજા થાય છે.
કોરોના થાય પછી શુ કરવું અને શુ ન કરવું
કોરોનાના દર્દીઓની છાતી કફથી જામી જાય તેનું મુખ્ય કારણ જેઓ રાત્રે દૂધ પીતા હોય છે. આયુર્વેદ મુજબ દૂધ કફવર્ધક છે. કોરોના થયા પછી હળદરવાળું દૂધ નુકશાન કરે છે. દર્દી સારા થવા જ્યુશ ચાલુ કરે છે. જે ખોટું માનવામાં આવે છે. કોરોના થયો હોય તેવા દર્દીએ સુંઠ અને ધાણા એક-એક ચમચી પાણીમાં ઉકાળી ગાળીને આખો દિવસ તરસ લાગે એટલે આ પાણી પીતા રહેવું. એટલે ગળફા બહાર આવવા લાગે અને ભુખ લાગે છે. દર્દીને એટલે ઓક્સિજન ઉપર આવે છે. કોરોના થયો હોય તે દર્દીએ ઘઉં બંધ કરી દેવા અને કોરોનામાં જુવારના રોટલા, લીલા શાાકભાજીનો ખોરાક લેવો. જેનું ઓક્સિજન ઓછું થઈ જાય તેમને આટલી વસ્તુ લેવાથી તેમા સુધારો દેખાય છે.
કોરોના થયો હોય તેવા દર્દીઓ તબીબની સલાહ બાદ આ ઇલાજ કરી શકે
વેન્ટિલેટર ઉપર અને બાયપેપ ઉપર હોય તેવા દર્દીઓ માટે પણ આયુર્વેદમાં દવાઓ કહેલી છે. જેનાથી દર્દીઓને ગણતરીના કલાકોમાં સારુ થાય છે. કોરોના થયા બાદ પહેલા તો સમસમવટી અને સુદર્શન ઘનવટીની બે ગોળી ત્રણ વખત લેવાની. ખાસી હોય તેવા દર્દીને છાતી ઉપર વીસ મિનિટ રાયના તેલની માલીસ કરવાની. પછી આંકડાના પાન ગરમ કરી છાતી ઉપર મુકી અને બ્લેનકેટ ઓઢી લેવું. જેથી કફ ઓગળે અને દર્દીને ફરક પડે છે.
ઓક્સિજલ લેવલ ઘટી ગયા પછી ફરી સાજા થયેલા દર્દીઓ
કેસ-1: 40 ટકા ઇન્ફેક્શન અને 88 ઓક્સિજન છતા બે દિવસમાં સાજા થયા
સચીન ખાતે રહેતા જહાન્વીબેન શાહએ જણાવ્યું હતું કે, ગત 8 એપ્રિલે તેમની માતા શીલાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું ત્યારે 40 ટકા ઇન્ફેક્શન હોવાની સાથે તેમનું ઓક્સિજન લેવલ 88-89 બતાવતું હોવાથી ડોક્ટરોએ તાત્કાલિક દાખલ થવાની સલાહ આપી હતી. પરંતુ બીજા દિવસે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈ દવાઓ શરૂ કરાવી હતી. તેમને ખાસી પણ શરૂ થઈ હતી. પરંતુઆયુર્વેદિક દવા લીધાના ત્રીજા દિવસે તેમનું ઓક્સિજન લેવલ 95ની ઉપર હતુ અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા.
કેસ-2: હોસ્પિટલમાં દાખલ કરાયા પછી આયુર્વેદીક દવાથી બીજા દિવસે ઓક્સિજન સુધરી ગયો
સુરત-સચીન રોડ પર શીવશક્તિ રોહાઉસમાં રહેતા અમીતભાઈના ભાડુત ભાગ્યધર પ્રધાન (ઉ.વ.35) ને ગત 11 તારીખે કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમનું ઓક્સિજન લેવલ 87-89 બતાવતું હોવાથી સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન અમીતભાઈએ આયુર્વેદિક દવા માટે સલાહ આપતા બીજા દિવસે દવા આયુર્વેદીક દવાઓ શરૂ કરી અને બીજા દિવસે ઓક્સિજન 95 ઉપર પહોંચી ગયો હતો.
91 ઓક્સિજન માત્ર આયુર્વેદિક દવાથી ત્રણ દિવસમાં 97 થયો
વરાછા ખાતે રહેતા બ્રહ્મકુમારી તૃપ્તીબેનએ જણાવ્યું હતું કે, ગત 29 માર્ચે તેઓ કોરોના પોઝિટીવ આવ્યા હતા. તેમને કોઈ તકલીફ નહોતી છતાં તેમનું ઓક્સિજલ સ્તર 91 રહેતુ હતું. તબીબોની સલાહ મુજબ તે ચિંતાજનક બની શકે તેમ હતું. જેથી તેમને આયુર્વેદિક દવાઓનું સેવન કરતા ત્રણ દિવસમાં અસર દેખાવા લાગી અને હાલ તેમનું ઓક્સિજન લેવલ 97-98 છે.