Business

મનનું માઈક્રો થિંકિંગ

we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી કાઢતા રહીએ છીએ કે એનો અનર્થ થવાની શરૂઆત થઇ જાય છે. કોઇ ઘટના બને એ પાછળ એનું કોઇ ચોક્કસ કારણ હોય છે પણ આપણે એ ઘટનાને સ્વીકારીને (એની વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધું જોઈએ. જે બની ગયુ છે એ બની ગયુ છે. હવે શું? પણ આપણું મન એવું કરવા નથી દેતું. એ એની પાછળની વાર્તાઓ બનાવવાનું શરૂ કરી દે છે. થોડોક અઘરો ડોઝ થઇ ગયો. લેટમી સિમ્પલી ફાઈ ઇટ. સમજાવવા સરળ કરવા છે.

એક વખત મનન નામના છોકરાને ફેસબુક પર માયાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. થોડા દિવસ પછી એકબીજાની સ્ટોરી પર રિએકટથી શરૂ કરીને રિપ્લે સુધી આગળ વધ્યા. પછી તેમની વાતચીત રેગ્યુલર થવા લાગી. એકબીજાને રૂબરૂ વગર તેઓ એકબીજાના સારા ફેસબુક મિત્રો બની ગયા પછી એક દિવસ તેઓ પ્લાન કરીને મળ્યા વધારે ઘનીષ્ટ બન્યા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પછી એમની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ પણ શરૂ થયા. એક દિવસ મનનને ખબર પડી તે માયા તેને ચીટ કરી રહી છે. બીજા કોઇ સાથે પણ આ રીતે સંબંધો છે.

તેણીને અને એ પણ મનની જેમ કોઇ સોશિયલ સાઈટસ માંથી જ મળેલ છે. ઝઘડાઓ વધ્યા અને છેવટે એક દિવસ માયા મનને છોડીને ચાલી ગઈ બંને એ બ્રેક લઈ લીધો. મનન ખૂબ દુ:ખી રહેતો તેને મનમાં એવું બાંધી લીધેલું કે સોશ્યલ સાઈટસ પણ મળેલ પ્રેમ એ પ્રેમ નથી હોતો. આ માત્ર ટાઈમપાસનું સાધન જ છે.

ઉપરથી એક-બે મિત્રોએ આમ જ હોય એવું કહીને એ વાતને પ્રોસ્તાહન આપ્યું પછી સ્થિતિ એવી આવી છે કે હવે તે ફેસબુક, ઇન્સ્ટા, કે બીજી કોઇ સોશ્યલ સાઈટ્સ પર એ તે ઓળખીતી છોકરીઓ સાથે પણ રુડલી બિહેવ કરે છે તે કોઇને સરખા જવાબ નથી આપતો અને કોઇના પ્રેમથી આપેલ કોમ્પ્લીમેન્ટસને પણ તે ઇગ્નોર કરે છે. પ્રેમ શબ્દ જ હવે એણે ખૂંચે છે. પ્રેમ જેવું કંઇ હોતું નથી. વધુ મનોરંજન માટે ચાલે છે. એવું તે સ્પષ્ટ માને છે.

હવે આ ઘટનાનું માઈક્રો એનાલીસીસ કરીએ ને તો મનન એ આપણું મન છે શરૂઆતમાં એ બહુ વિચારતું નથી. એ ગો વીથ ફલોમાં માને છે. એ તણાતુ જાય છે. પણ જેવી કોઇ ઘટના બને છે ને સડન્લી સ્ટોપ થઇને એનું કારણ શોધે છે કે આવું કેમ થયું. માયા એ કેમ ચિટ કર્યો? બીજો માણસ એણે કયાં મળ્યો તો સોશ્યલ સાઈટસ પર તો ભઇ હું પણ ત્યાંથી જ મળ્યો તો મતલબ કે આ એની આદત (લખ્ખણ) છે. એ માત્ર મનોરંજન જ મેળવે છે. મતલબ કે સોશિયલ મિડિયામાં બધા ગર્લ્સ મનોરંજન જ મેળવે છે. સાચી લાગણીઓ કશે છે જ નહીં અમે તો રેગ્યુલર મળતા-મતલબ કે પ્રેમ જેવું કઇ છે જ નહીં. આ બધી બધા જ વિચારો એ એક પ્રકારની વાર્તા છે જે આપણા મનમાં અડંગો જમાવીને બેસી જાય છે. સેકન્ડ થીંગ કે બે-ચાર મિત્રોએ પણ આ વાતનું સમર્થન આપ્યું ઇટ-મિન્સ કે આપણે જે સમયે જેવું વિચારતા હોઇએ એવું જ વાતાવરણ આપણી આસપાસ ક્રિયેટ થતું હોય છે. પછી આ વાર્તાઓ આપણને કાયમી એના વશમાં રાખે છે. આ સમયે આવુ શું કામ થયું? એના પર એનાલીસીસ કરવા કરતા હવે શું કરવું? એના પર એકશન લેવાની જરૂર હતી. જો એમ કર્યું હોત તો આ માનસીક જડતા બંધાઈ ન હોત.

માત્ર આ એક કિસ્સામાં નહિ પણ લગભગ બધા અનુભવોમાં આવું જ થતું હોય છે. સપોઝ કે બે સારા મિત્રો હોય એમાં એકને એણે બીજા મિત્ર પાસે ઉછીના પૈસા માંગ્યા એક મહિનાની શરત પણ એ મિત્ર એ પૈસા જસટ્ટામાં હારી ગયો. હવે પૈસા પરત આપવાનો સમય થઈ ગયો. પૈસા હતા નહીં એટલે વાયદાઓ ચાલુ થયા. ધીમે ધીમે આ વાતને એક વર્ષ વિતી ગયું. પછી માથાકુટને કારણે બંનેના સંબંધો બગડયા. હવે જેણે પૈસા ઉછીના આપવા હતા એણે નક્કી કરી લીધું કે કોઇને ઉછીના પૈસા આપવાના જ નહીં. હવે તેના બીજા કોઇ મિત્રને જેન્યુઅનલ રિઝનથી પૈસાની જરૂર હોય તો પણ તે આપતા નથી આપણે કારણ કે તેના મનમાં બિક બેસી ગઈ છે કે આ નહિ આપે તો ખોટા સંબંધો પણ બગડશે. હવે અહીંયા પણ સેમ વાત છે કે મને (મગજે) પાછળથી વાર્તાઓ બનાવી અને એ ઘર કરી ગઈ.

વાસ્તવમાં આપણે આ બધા અનુભવો /ઘટનાઓનું નિષ્પક્ષ એનાલિસીસ કરશું ને તો આપણને એ બધામાંથી લર્નીંગ પોઈન્ટસ મળશે, આપણી ભુલ દેખાશે. જો આપણે ઘટનાનું એનાલીસીસ કરીશું તો જ હં, કારણોનું નહીં. પછી આપણને ખબર પડશે કે આપણે માત્ર ભુલો સુધારવાની છે. વાર્તાઓ બનાવીને બેસી જવાનું નથી. ઉપરની બે ઘટનાઓની વાત કરીએ તો મનને કોઇ વ્યક્તિ પર વિશ્વાસ કરતાં પહેલા કેટલાંક પેરામીટરસ તપાસી લેવા જોઇએ. અને મિત્રોમાં કે અન્ય કોઇ જગ્યાએ પૈસા આપતા પહેલા શા માટે જોઇએ છે એનું કારણ અને વ્યક્તિની દાનત તપાસી લેવી જોઈએ પછી જ વ્યવહાર કરવો જોઈએ. આ હતા લર્નિંગ પોઈન્ટસ, જે માત્ર જાણી લેવાથી કામ નહીં ચાલે એને એકશનમાં પણ મુકવા જ પડશે. નહીંતર આવી જ રીતે કયાંક ભાડે ભરાતા રહીશું. કારણ કે આખરે તો, We all are meaning making Mashine.

Most Popular

To Top