MIને બીજો મોટો ઝટકો: પહેલા દિલ્હી સામે મેચ હારી, પછી રોહિત શર્માને થયો 12 લાખનો દંડ

મુંબઈ: IPLની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) મુંબઈ ઈન્ડિયન્સને (MI) રોમાંચક મેચમાં ચાર વિકેટે (Wicket) હરાવ્યું હતું. આ હાર બાદ મુંબઈની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્લો ઓવર રેટ (Slow Over Rate) માટે કેપ્ટન રોહિત શર્માને (Captain Rohit Sharma) 12 લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકારવામાં આવ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ (Batting) કરતા મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 18.2 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવીને મેચ જીતી (Win) લીધી હતી.

IPLએ એક મીડિયામાં જણાવ્યું હતું કે, “27 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે IPL 2022 ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ મુંબઈ ઈન્ડિયન્સને દંડ ફટકારવામાં આવ્યો છે.” આ કોડ હેઠળ સીઝનનો આ પહેલો ગુનો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને ઈશાન કિશને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 67 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 32 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહોતો. અનમોલપ્રીત સિંહ આઠ, તિલક વર્મા 22, કિરોન પોલાર્ડ ત્રણ અને ટિમ ડેવિડ 12 રન બનાવીને આઉટ થયા હતા. ઈશાન કિશને 48 બોલમાં અણનમ 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સ વિશે વાત કરીએ તો, ટિમ સેફર્ટ અને પૃથ્વી શોએ 3.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 30 રન જોડ્યા હતા. સેફર્ટ 14 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ મનદીપ સિંહ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રિષભ પંત એક રન માટે અને રોવમેન પોવેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. શાર્દુલ ઠાકુરે 22 રન બનાવ્યા હતા. લલિત યાદવ અને અક્ષર પટેલે 75 રનની ભાગીદારી કરી હતી. લલિત 38 બોલમાં 48 અને અક્ષર 17 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યા હતા.

કોને કહેવાય છે સ્લો ઓવર રેટ?
ઓવર રેટ એટલે કે એક કલાકમાં બોલિંગ સાઈડ દ્વારા ફેંકવામાં આવેલી ઓવરોની સરેરાશ સંખ્યા છે. ICCના નિયમો પ્રમાણે વનડે અને ટી20 મેચમાં એક કલાકમાં 14.1 ઓવર અને ટેસ્ટમાં 14.2 ઓવર નાખવાની હોય છે. ODIમાં, બોલિંગ ટીમને 50 ઓવર નાખવા માટે કુલ 3.5 કલાકનો સમય આપવામાં આવે છે. તે જ સમયે, ટી20 મેચમાં, ટીમે એક કલાક અને 25 મિનિટમાં એક ઇનિંગ્સ પૂરી કરવાની હોય છે એટલે કે પોતાની 20 ઓવર નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે.

Most Popular

To Top