Sports

મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉને કેટિચને મુખ્ય કોચ અને હાશિમ અમલાને બેટિંગ કોચ બનાવ્યો

મુંબઈ: માજી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર (Australian cricketer) સાઇમન કેટિચને ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) કેપટાઉનના મુખ્ય કોચ (Coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાનો માજી બેટ્સમેન હાશિમ અમલા બેટિંગ કોચ હશે. ફ્રેન્ચાઇઝીએ દક્ષિણ આફ્રિકા ટી20 લીગની શરૂઆત પહેલા આ જાહેરાત કરી હતી. આ સિવાય ટીમમાં ફિલ્ડિંગ કોચની જવાબદારી ન્યૂઝીલેન્ડના માજી ખેલાડી અને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન જેમ્સ પાલમન્ટને આપવામાં આવી છે અને અન્ય પૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર રોબિન પીટરસન જનરલ મેનેજર હશે.

કેટિચે એક મીડિયા રીલીઝમાં કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉનના મુખ્ય કોચનું પદ મળવું એ સન્માનની વાત છે. નવી ટીમ બનાવવી એ હંમેશા ખાસ હોય છે અને કૌશલ્યોને હાંસલ કરવા અને ટીમ કલ્ચર બનાવવા માટે તે ખૂબ જ સરસ રહેશે. અમલાએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉન માટે આ જવાબદારી નિભાવીને હું રોમાંચિત છું. મુંબઈ ઈન્ડિયન્સના માલિકો, મેનેજમેન્ટ અને મારા મેનેજરનો આભાર કે જેમણે તેને આટલું સરળ બનાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉને અત્યાર સુધીમાં કાગિસો રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાશિદ ખાન, સેમ કરન અને લિયામ લિવિંગસ્ટોન એમ પાંચ ખેલાડીને સાઈન કરવાની જાહેરાત કરી છે . આ ટુર્નામેન્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાની વાઇસ કેપ્ટન રશેલ હેન્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને વાઈસ-કેપ્ટન રાચેલ હેન્સે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેની સાથે જ એક પ્રભાવક કેરિયરનો અંત આવ્યો હતો. 35 વર્ષીય ડાબોડી બેટર હેન્સે 2009માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા વતી છ ટેસ્ટ, 77 વનડે અને 84 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

હેન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે મારી કેરિયર દરમિયાન જે મારી સાથી ખેલાડીઓ રહી છે, તેમના કારણે જ હું આટલો લાંબો સમય સુધી રમી શકી છું. તમે મને દરરોજ પ્રેરણા આપતા રહ્યા. મેં તમારી પાસેથી મેદાનમાં અને બહાર ઘણું શીખ્યું છે. તેણે ઉમેર્યું હતું કે એક ખેલાડી તરીકે તમે મને પડકાર આપ્યો, જેના કારણે મને એક વ્યક્તિ તરીકે વિકસવામાં મદદ મળી છે.
હેન્સ ઓસ્ટ્રેલિયા માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે નવમા ક્રમે છે. તેણે વનડેમાં 40.76ની એવરેજથી 2585 રન બનાવ્યા જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં તેણે 26.56ની સરેરાશથી 850 રન બનાવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ કહ્યું, હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી, હું રાચેલને અદ્દભૂત કેરિયર માટે અભિનંદન આપું છું.

Most Popular

To Top