દાહોદ : દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી એવા દાહોદ શહેરમાં પ્રથમ વરસાદે જ દાહોદ એમ.જી.વી.સી.એલ ની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. સિઝનના પ્રથમ વરસાદના ઝાપટા સાથે જ દાહોદ શહેરના તમામ વિસ્તારોમાં વિજળી પુરવઠો કલાકો સુધી ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.ચોમાસા પહેલા દાહોદ એમ.જી.વી.સી.એલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને ધ્યાનમાં રાખી દાહોદ શહેરના તમામ વિસ્તારોમાં સમારકામ સહિત અનેક વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રિમોન્સુન કામગીરીની ગુલબાંગો પોકારતા હતા.
ત્યારે ગતરોજ દાહોદ શહેરમાં પ્રથમ વરસાદના આગમન સાથે જ દાહોદ એન જી વિશેની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. વરસાદના ઝાપટા સાથે દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો જેને પગલે મોડી સાંજ સુધી લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો બીજી તરફ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ગરમીમાં લોકો શાહીમાં પોકારી ઉઠયા હતા અને દાહોદ એમ.જી.વી.સી.એલ ની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે હાલ તો માત્ર પ્રથમ વરસાદમાં જ આવી હાલત છે તો ચોમાસાનાં ત્રણચાર મહિના કેવા પસાર થશે? તેવી અનેક ચર્ચાઓ પણ લોકોમાં વહેંચી થવા પામી હતી.