ફૂલસમી મૃદુ, કોમળ અને સંવેદનાઓથી ધબકતું વ્યક્તિત્વ એટલે સ્ત્રી, વખત આવ્યે આ જ સ્રી વજ્રથી પણ કઠોર બની શકે છે. સ્ત્રીનાં શૌર્ય અને બલિદાનના અનેક દાખલાઓથી ઇતિહાસ ભરેલો છે. બાંગ્લાદેશને અલગ રાષ્ટ્ર બનાવ્યું ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણી સેનાએ જ્વલંત વિજય હાંસલ કર્યો હતો અને વિપક્ષના કદાવર નેતા અટલજીએ પણ શ્રીમતી ઇન્દિરાગાંધીને સાક્ષાત્ શક્તિ સ્વરૂપા ગણાવી બિરદાવ્યા હતા. આજે વાત કરવી છે આવી જ એક સ્ત્રીની. જેમ આખલો લાલ લૂંગડું જોઈને ભડકે તેમ અમેરિકન પ્રમુખ તરીકેની એને પ્રાપ્ત વ્યાપક સત્તાઓથી ફૂંગરાઈને ટ્રમ્પે બીજા સામે એક ટપોરીની જેમ બંડ પોકાર્યું છે. એમાં પણ ટેરિફ અને એના પાડોશી દેશો કેનેડા તેમજ મેક્સિકો સાથે દુર્વ્યવહાર કરીને પોતાના અહંકારનો પડઘો પાડતાં ટ્રમ્પે પ્રમુખપદની ગરિમા અને સૌજન્યશીલતા જાણે કે નેવે મૂકી છે.
સત્તાના મદમાં ભાન ભૂલેલ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને અમેરિકામાં થતી ઘૂસણખોરી માટે જવાબદાર ગણાવ્યું છે. આકરાં ટેરિફથી માંડી ડીપોર્ટેશન સુધીનાં પગલાં અને સરહદે ઘૂસણખોરી રોકવા માટે અભેદ્ય દીવાલ બાંધીને મેક્સિકો સાથેની સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવા માટે અમેરિકા આગળ વધી રહ્યું છે ત્યારે મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમ દ્વારા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઉદ્દેશીને કરવામાં આવેલ નિવેદન સૌને ચોંકાવી ગયું. પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઉદ્દેશીને ક્લાઉડિયાએ જે કહ્યું છે, તેનો ભાવાનુવાદ કંઈક આ મુજબ છેઃ
મિ. પ્રેસિડેન્ટ, તમને મેક્સિકો-અમેરિકાની સરહદે અભેદ્ય દીવાલ બાંધવાનો વિચાર આવ્યો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે અમેરિકાની કુલ વસતી ૩૪.૭ કરોડ સામે આ દીવાલની બીજી બાજુ મેક્સિકોના ૧૩.૨૦ કરોડ સહિત વિશ્વની લગભગ ૮૨૪ કરોડ વસતી રહે છે. હવે ક્ષણભર માટે વિચારો કે આ લોકો આઈફોન વાપરવાનું છોડી દે અને સેમસંગ અથવા હુવેઈ ફોન વાપરવા માંડે, ઓડી અને શેવરોલેટને બદલે ટોયેટા અથવા હોન્ડા ગાડી વાપરવા માંડે,નાઈકીને બદલે બીજા શુઝ પહેરવાનું શરૂ કરે અને ડિઝનીને બદલે લેટિન અમેરિકન ફિલ્મો જોવાનું શરૂ કરે તો શું થાય? દુનિયાભરના ઉત્પાદકો અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરે તો તમે જે દીવાલ બાંધી રહ્યા છો અને જે થકી તમે વિશ્વને તમારાથી દૂર રાખવા માંગો છો એ દીવાલની અંદરની અર્થવ્યવસ્થા કકડભૂસ કરીને તૂટી પડે.
તમને ખ્યાલ આવે છે કે આવું થાય તો તમે સામે પગલે બહાર આવીને તમારી આ અભેદ્ય દીવાલને તોડી નાખવાની માગણી કરશો કારણ કે જો એમ નહીં થાય તો તમારી અર્થવ્યવસ્થાનું નિકંદન નીકળી જશે. પણ એટલું યાદ રાખજો કે અલગાવની આ દીવાલ તમે ચણવાની શરૂ કરી છે તો તમારે જ એના ફળ ભોગવવા પડશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એટલું યાદ રાખજો કે, દુનિયા ખૂબ વિશાળ છે અને અમેરિકા પોતાની મેળે જ આખી દુનિયાની સમકક્ષ નથી. આત્મબળ જેવું બીજું હથિયાર એકેય નથી અને ભારતે પણ તેમને આવો જ પ્રતિભાવ આપવો જોઈએ. મેક્સિકો તો આપણાથી ઘણો નાનો દેશ છે અને આમ છતાંય આપણે અમેરિકા સામે લાલ આંખ કેમ નથી કરતા? પોખરણના અણુધડાકા વખતે ભારત સામે ક્રાયોજીનિક એન્જિકટેક્નોલૉજીથી માંડી સુપરકૉમ્પ્યૂટર સુધી અનેક હાઇટેક ક્ષેત્રે પ્રતિબંધો મુકાયા હતા. શું બગાડી લીધું આ પ્રતિબંધોએ ભારતનું? ઊલટું ભારત વધુ મજબૂત થઈને બહાર આવ્યું.
અમેરિકાનો સામનો કરવાનો સાચો રસ્તો, જે બે દેશો સાથે આપણી ૧૩૫ અબજ ડૉલર કરતા વધારે વ્યાપારખાધ છે, તે રશિયા અને ચીનની સોડમાં ભરાવું એ નથી. એનો સાચો ઉપાય અમેરિકા સામે આંખમાં આંખ નાખીને વાત કરવી તે છે. આ રસ્તો અખત્યાર કરતાં થોડી ઘણી મુશ્કેલી આવી શકવાની શક્યતા નકારી ન શકાય પણ ભારતના સ્વાભિમાનની સરખામણીમાં એ મુશ્કેલીઓ કાંઈ જ નહીં હોય. અમેરિકાને જો મેક્સિકો પડકાર ફેંકી શકતું હોય તો ભારત કેમ ના ફેંકી શકે? જરૂર છે માત્ર મજબૂત ઇચ્છાશક્તિની અને વખત આવ્યે થોડું ઘણું સહન કરી લેવાની. પણ એની અવેજીમાં અમેરિકા તમને દબડાવ્યા જ કરે એ તો નહીં જ ચાલે…
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.