Charchapatra

મેટ્રો પ્રોજેક્ટ અને ટ્રાફિકની સમસ્યા

સુરત શહેર ખાતે જાહેર પરિવહનના ભાગ રૂપે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. પ્રથમ ફેઝના ઓલ્ડ સીટીના વિસ્તારોમાં અમૂક ભાગ ભૂગર્ભમાં અને અમૂક વિસ્તારોમાં બહારની તરફ મેટ્રો ચાલશે. બધું ઠીક પણ જે માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમાં ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા નહીવત છે. ઉદાહરણ લઈએ. ચોક બજારથી નાનપુરા જવા માટે ગાંધીબાગવાળા બંને તરફનો આખો રસ્તો બંધ કરવામાં આવ્યો અને તેના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એક રોડને ચાલું રાખવામા આવ્યો છે, પણ દોટીવાલા બેકરી તરફ જતાં માર્ગમાં વન વે જવાના માર્ગે પણ લોકો બંને તરફથી આવ જા કરે છે. અરે ટ્રક, ફોર વ્હીલર બધું જ બંને તરફથી આવે છે. જે અતિશય જોખમી છે.

તેથી અહીં ખાસ ટ્રાફીક નિયમન જરૂરી છે. બીજું, સુરત મહાનગરપાલિકા મધ્યસ્થ કચેરીથી ચોક બજાર મુખ્ય માર્ગ તરફ જવા એક નાનકડી ગલી છે. જ્યાં મુશ્કેલીથી એક તરફના ટુ વ્હીલર વાહનો જઈ શકે ત્યાં તો ઘણી વખત રીક્ષા ચાલકો પણ આવી જાય છે. ને એકદમ કેઓસ સર્જાય છે. અહીં પણ ખાસ ટ્રાફિક નિયમન જરૂરી છે. આવાતો અનેક જૂની સીટીના વિસ્તારોમાં વાહન વ્યવહારની સમસ્યાઓ છે. જે તપાસવી રહી. ટૂંકમાં, આવા અનેક વૈકલ્પિક માર્ગો ઉપર ખાસ ટ્રાફીક નિયમન જરૂરી છે. અહીં કોઈપણ સમયે અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે. સત્તાવાળાઓ જાગે અને સમાધાન લાવે.
સુરત      – રાજકુમાર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top