શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકેટને કારણે બે મેઇનરોડ બંધ છે. વિવેકાનંદ સર્કલથી SBI મેઇનરોડ તરફ જતો રસ્તો બંધ કરાયા બાદ SBI થી વિવેકાનંદ સર્કલ જતાં રસ્તાને જૂની સિવિલ પાસે બંધ કારાયો. આ સંજોગોમાં કતારગામથી અડાજણ જવા જીલાની બ્રીજ અને નાનપુરા જવા સ્વામી વિવેકાનંદ બ્રીજનો ઉપયોગ થતો. હાલ સ્વામી વિવેકાનંદ બ્રીજનો નાનપુરાથી અડાજણ જતો રેમ્પ રિપેરિંગ માટે બંધ થતાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતનું સર્જન થયું છે. શહેરરનો વિકાસ થવો જ જોઇે. પરંતુ એક સાથે અને આડેધડ થતી કામગીરીનાં પરિણામ લોકોને પડતી મુશ્કેલી અને હાલાકી તરફ સંબંધિત અધિકારીઓનું ધ્યાન જવું જોઇએ.
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શહેરમાં મેટ્રો કામગીરી, બ્રીજ સમારકામ: લોકો ને પડતી હાલાકી
By
Posted on