National

લિયોનેલ મેસ્સીએ બાર્સિલોના સાથે કરી રમતના દુનિયાની સૌથી મોટી ડીલ

બાર્સેલોના,તા. 31: આર્જેન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ 2017 માં બાર્સેલોના સાથે 555 મિલિયન યુરો (આશરે 4,911 કરોડ રૂપિયા) ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર રમતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હતી. સ્પેનિશ અખબાર ‘અલ માંડો’ ના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

અખબારના જણાવ્યા અનુસાર, તેને મેસી દ્વારા સહી કરાયેલ 30-પાનાનો કરાર મળ્યો છે. 4 વર્ષના કરારના અંતે મેસ્સીને કુલ 55,52,37,619 યુરો મળશે. આમાં કરાર દરમિયાન મૂકવામાં આવેલી શરતો સામેલ છે. રિપોર્ટ અનુસાર મેસ્સીને એક સીઝનમાં 138 મિલિયન યુરો (લગભગ 1,221 કરોડ રૂપિયા) મળે છે. અખબારના જણાવ્યા અનુસાર, કરારને નવીકરણ કરવા માટે મેસ્સીને લગભગ 11,52,25,000 યુરો (લગભગ 1019 કરોડ રૂપિયા) નું બોનસ મળ્યું હતું. ક્લબ સાથે નિષ્ઠા બતાવવા બદલ તેને 7,79,29,955 યુરો (લગભગ 689 કરોડ રૂપિયા) નો બોનસ પણ મળ્યું હતું.

અખબાર અનુસાર મેસ્સીએ અત્યાર સુધીમાં કુલ 51,15,40,545 યુરો (લગભગ 4526 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. તેના કરાર પૂરા થવા માટે હજી 5 મહિના બાકી છે. મેસ્સીનો બાર્સેલોના ક્લબ સાથે કરાર જૂન મહિનામાં સમાપ્ત થશે. આ પછી, તેની ક્લબ છોડવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
મેસ્સીએ 18 વર્ષની ઉંમરે 16 ઓક્ટોબર 2004 ના રોજ બાર્સેલોનામાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 10 લા લિગા અને 4 યુઇએફએ ચેમ્પિયન્સ લીગ સહિત 34 ખિતાબ જીત્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top