1968ની કલ્પાના લોકની મહેશ્વરી બંધુઓની લેખક ગુલશનનંદાની કહાણી આધારિત ‘નિલકમલ’ ફિલ્મ રજૂ થઈ હતી. જે ખૂબ સફળ થઈ હતી. અભિનેત્રી વહિદા રહેમાનને આ ફિલ્મમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. પૂર્વ જનમ આધારિત આ ફિલ્મમાં વહિદા રહેમાનની પતિ અને પ્રેમી વચ્ચે બહુ કફોડી હાલત થાય છે. અંતે એ રામને શરણે જાય છે. એની લાજ રાખવા માટે પ્રાર્થના કરે છે. સંગીતના શબ્દો છે. ‘મેરે રોમ રોમ મેં બસનેવાલે રામ’ જાણીતા ગીતકાર સાહિર લુધિયાણવીના આ ગીત પર અભિનેત્રી વહિદા રહેમાન આંખમાં આંસુ સારતી આજીજી કરે છે.
થિયેટરમાં આ હૃદયસ્પર્શી ગીતથી દર્શકોની આંખ પણ ભીની થાય છે. રવિના સંગીતમાં ગાયિકા આશા ભોંસલેએ ગીતમાં કમાલ કરી હતી. ખેર મૂળ વાત અહીં એ કરવાની ગીતકાર અને અભિનેત્રી બંને મુસલમાન અને નિર્માતા નિર્દેશક હિન્દુ હોવા છતાં અહીં કોઇ જાતિ ભેદભાવ જોવા મળતો નથી. હિન્દી ફિલ્મ જગતમાં તો આવા અનેક દાખલા હજુ આજે પણ જોવા મળે છે. અહીં ભાઈચારાની બેમિસાલ ભાવના જોવા મળે છે. હિન્દુસ્તાની ગંગાજમની તેહઝીલ સદીઓથી આજદિન સુધી અકબંધ રહી છે.
આ સંસ્કૃતિ જળવાઈ રહી છે. અનેકતામાં એકતાનાં દર્શન ભારતમાં થાય છે. વિવિધ ધર્મનાં લોકો અહીં અરસપરસ એકબીજાના ધર્મના તહેવારોમાં ભાગ લે છે. એકબીજાને ગળે લગાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં અંતે અયોધ્યામાં રામ બિરાજમાન થયા. આ પ્રસંગે દેશ અને દુનિયાનાં લોકોએ રંગેચંગે ઉજવણી કરી. જાણે બીજી દિવાળી ભારતભરમાં ઉજવાઈ ગઈ.
ખુદ મુસલમાન સમાજ સહિત ઇતર સમાજે પણ આ રામ મંદિર પ્રત્યે શુભ ભાવના વ્યક્ત કરી અને એમાં સહયોગ પણ આપ્યો. ભારતવાસીઓને ખુશી થઈ છે. ‘ઇકબાલ’ નામના દેશપ્રેમી કવિએ ભારત દેશ માટે કેટલી સુંદર રચના કરી હતી. ‘સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલબુલે હે ઉસકી યહી ગુલિસ્તા હમારા’ હિન્દુ મુસ્લિમ શીખ ઇશાઇ આપસમેં હે ભાઈ ભાઈની ભાવના પરાપૂર્વથી ચાલી આવેલી છે. જે અકબંધ રહેવાની છે. આ શાંત પાણીમાં કોઇ કાંકરીચાળો નહીં કરે એવી પ્રભુ રામને પ્રાર્થના.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે
દાતના પણ પ્રકારો છે
ધર્મમાં શ્રદ્ધા રાખનારાઓ મોટે ભાગે મંદિરોમાં, તીથસ્થાનોમાં મોટા પ્રમાણમાં દાન કરે છે. ઘણાંની તો દાનની રકમ ઘણી મોટી હોય છે. પરંતુ ધર્મમાં શ્રદ્ધા સામાન્ય રીતે અંધશ્રદ્ધા હોય છે. ધર્મ એ કોઇ દિવસ દાન કરવાનું કહ્યું નથી. પરંતુ ધર્મોનાં સાચા સંતો જુદા જુદા પ્રકારે ધન કરવાનું કહે છે. ધર્મમાં તો પંથો પણ ઘણાં છે. કહેવાય હિંદુધર્મ પરંતુ એમાં ઘણાં બધાં ફાંટાઓ છે. એમાં સ્વામીનારાયણ પણ એક સંપદાય છે જે પણ અંધશ્રદ્ધામાં માનતો નથી. સ્વામીનારાયણ મંદિરમાં જુદા જુદા પ્રકારે દાન લેવાય છે.
તેમાં નાણાંને મહત્વ નથી પરંતુ અનાજ વગેરે ખોરાકની વસ્તુનું તથા બીજાને મદદ કરવાનું મહત્વ છે. હાલમાં જ કતારગામ ખાતે સ્વામીનારાયણનાં એક સંતે કહ્યું કે બીજાને દુ:ખમાં મદદ કરવી એ પણ એક મોટું દાન છે. એમાં ઘણાં બધાં પ્રકારોએ દાન થઈ શકે. બિમાર વ્યક્તિને પોતાનાં સમયનું દાન આપી મદદ કરી શકાય છે. આર્થિક રીતે નબળા કુટુંબોનાં સંતાનોને ભણતર માટે નાણાંની મદદ કરી શકાય છે. પશુપક્ષીઓને ચારો આપવો એ પણ દાનનો એક પ્રકાર જ છે. અંધશ્રદ્ધા ધરાવનારાજ મંદિરોમાં ફકત નાણાંનું દાન કરે છે.
ઘણાં તો એટલું અંધશ્રદ્ધા મોટું નાણાંનું દાન કરે છે કે એમાંથી વર્ષો સુધી ઘણાં ગરીબ કુટુંબોને પોષી શકાય. દાનમાં તો દેખાદેખી પણ ખૂબ જ ભાગ ભજવે છે. ફૂલાણાંએ આટલી રકમનું દાન કર્યું તો માટે કેમ એનાથી આગળ ન વધવું. કરીને મોટી રકમોનાં દાન આપી તકતીઓ લગાડાવે છે. માટે માલે તુજારોએ પણ અંધશ્રદ્ધા છોડી વિદ્યાદાનમાં મદદ કરવી જોઇએ. ત્યાં તકતીઓ નથી લાગતી ફકત જાહેરાત થાય છે. છતાં અભણને વિદ્યા અને ભૂખ્યાને અન્ન મોટામાં મોટાં દાનો છે. શ્રેષ્ઠીઓ અને માલે તુજારો વિચારો.
સુરત – ડો. કે.રી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે