Gujarat

અમદાવાદ–ભુજ વચ્ચે એક મહિના માટે મેમુ ટ્રેન દોડશે

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ભુજ વચ્ચે સંચાલિત “નમો ભારત ” ટ્રેનને અસ્થાઈ રીતે મેમુ રેક સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરી તથા વધારાની રેક ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ટ્રેન નં. 94801 અમદાવાદ–ભુજ “નમો ભારત” 03 માર્ચ 2026 થી 02 એપ્રિલ 2026 સુધી મેમુ રેક સાથે સંચાલિત કરવામાં આવશે.

તે જ રીતે ટ્રેન નં. 94802 ભુજ–અમદાવાદ “નમો ભારત” 04 માર્ચ 2026 થી 03 એપ્રિલ 2026 સુધી મેમુ રેક સાથે દોડશે.

Most Popular

To Top