જ્યારે મારા સરહદી વતન જમ્મુનું આકાશ ચમકી ઊઠ્યું હતું ત્યારે પાકિસ્તાની ડ્રોન અને અન્ય શસ્ત્રો મંદિરોના આ શહેરમાં લક્ષ્યોને શોધી શક્યાં ન હતાં, આ દૃશ્યે 1965 અને 1971માં મારા બાળપણ અને કિશોરાવસ્થામાં જોયેલા યુદ્ધની યાદ અપાવી હતી. આ વખતે એક માત્ર તફાવત યુદ્ધમાં ટેકનોલોજીનો હતો. 1965માં પાકિસ્તાને ભારત પર યુદ્ધ લાદ્યું, મારા પિતાને જમ્મુથી 100 કિલોમીટર દૂર સુરક્ષિત સ્થળ બટોટના પહાડી શહેરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પરંતુ ટૂંક સમયમાં જ અમે જમ્મુમાં હતા કારણ કે, કદાચ, મારા પિતા ઇચ્છતા હતા કે અમે બધા સશસ્ત્ર સંઘર્ષના અવશેષો જોઈએ અને રાહતકાર્યના સામાજિક વાતાવરણનો ભાગ બનીએ. તે અમને છાવણી વિસ્તારમાં તે સમયના નાના જમ્મુ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકાના સ્થળે યાત્રા પર લઈ ગયા અને ત્યાર બાદ 300 કિલોમીટર દૂર શ્રીનગર (કાશ્મીર)ની મુલાકાત લીધી, જ્યાં મારા મામાના ઘરની નજીક બટમાલૂ નામનો વિસ્તાર પાકિસ્તાની ઘૂસણખોરોને બહાર કાઢવા માટે સળગાવી દેવામાં આવ્યો હતો, ઉપરાંત યુદ્ધ સંબંધિત કેટલાક અન્ય વિસ્તારોની મુલાકાત લીધી જેથી અમને યુદ્ધ-ક્ષેત્રો અને તેની અસરોની અનુભૂતિ થાય. સ્થાનિક કાશ્મીરીઓએ પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન જિબ્રાલ્ટર હેઠળ શ્રીનગર વિસ્તારોમાં છુપાયેલા ઘૂસણખોરો વિશે માહિતી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જમ્મુ પાછા ફર્યા: અમારું પહેલું કાર્ય, 1965માં, બ્લેક-આઉટ અને સંબંધિત કવાયતોથી પરિચિત થવાનું હતું, તે દિવસોમાં ભાગ્યે જ કોઈના ઘરે ફોન હતા જેનાથી સંબંધીઓ અને મિત્રો સાથે તેમના ખબરઅંતર જાણી શકાય. તે સરળ કાર્ય નહોતું કારણ કે જ્યારે પણ અમે બહાર નીકળતાં ત્યારે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વાગતી હતી. મોટા ભાગે મુબારક મંડીથી રઘુનાથ બજાર સુધી પહોંચવા માટે તે સમયના નાના શહેરની શેરીઓ અને બજારોમાંથી ચાલીને જવું પડતું હતું. તેમ છતાં, ટૂંક સમયમાં જ અમે આ સંસ્કૃતિથી ટેવાઈ ગયા અને હવાઈ હુમલાઓ વચ્ચે પોતાને સુરક્ષિત ઝોનમાં કેવી રીતે સુરક્ષિત રાખવું તે શીખી ગયા. ત્યાર બાદ હવાઈ હુમલાઓ અથવા નજીકની સરહદો અથવા દેશના બાકીના ભાગોમાં પરિસ્થિતિને કારણે થયેલા નુકસાનની માત્રા શોધવા માટેના મુશ્કેલ પ્રયાસો શરૂ થયા.
સમાચારનો એકમાત્ર સ્રોત ઓલ ઈન્ડિયા રેડિયો – રેડિયો કાશ્મીર, જમ્મુ હતો જે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 આંશિક રીતે રદ કરવામાં આવી તે પહેલાં સુધી જાણીતો હતો. જો કે, ન્યૂઝ બુલેટિન મર્યાદિત હોવાથી, મોટા ભાગે અફવાઓ કામ કરતી હતી જે કાં તો જાનહાનિના આંકડા વધારે પડતા આપતી હતી અથવા ભારત કે પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલા વિસ્તારો વિશે ખોટા અહેવાલો આપતી હતી.
આ દરમિયાન, અમારાં વડીલોએ અમને કેટલાક સામાજિક કાર્યમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કર્યાં. તેથી, અમારાં બધાં પિતરાઈ ભાઈ-બહેનો ભેગાં થયાં અને ભંડોળ એકત્ર કરવાનું નક્કી કર્યું, જે અમે વચ્ચે આવેલા કોઈ તહેવાર (જો મારી યાદશક્તિ મને બરાબર યાદ હોય તો કન્યાપૂજન) ઉજવીને કર્યું. અમે સ્થાનિક એસએમજીએસ હોસ્પિટલમાં દાખલ ઘાયલ સૈનિકો અને સરહદી શહેરોમાંથી વિસ્થાપિત નાગરિકોને વહેંચવા માટે ફળો, બિસ્કિટ ખરીદ્યાં, જેમને લશ્કરી હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને શાળાઓ અને કોલેજોમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ઘણાં ઘાયલ નાગરિકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
હજુ પણ યાદમાં છ ફૂટથી વધુ ઊંચા શીખ સૈનિકની ભયાનક છબી કોતરાયેલી છે જેના આખા બોમ્બમાંથી નીકળતા સ્પિલ્ન્ટર્સ ઘુસી ગયા હતા અને તે પીડાથી હેરાન થઈ રહ્યો હતો. એક વ્યક્તિએ ઝડપથી તેના પલંગ પાસે કેટલાંક ફળ રાખ્યાં અને ત્યાંથી ચાલ્યો ગયો. અમે ઘાયલ સૈનિકો અને નાગરિકોની પૂછપરછ કરવા અને તેમને ફળો અને બિસ્કિટ આપવા માટે એક વોર્ડથી બીજા વોર્ડમાં ગયા. કેટલાંક ઘાયલ હતાં અને તેમને ભારે પાટા બાંધવામાં આવ્યા હતા અને વાતાવરણમાં દર્દનાક બૂમો સંભળાઈ રહી હતી.
1971નું યુદ્ધ અલગ પરિસ્થિતિ સાથે આવ્યું. કોલેજમાં નવા પ્રવેશકર્તા અને 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે, અમારા જૂના પૈતૃક ઘરમાં દાદીની સંભાળ રાખવી પડતી હતી, કારણ કે મારા પિતા દિલ્હીમાં પોસ્ટિંગ પર હતા અને તણાવપૂર્ણ શહેરમાં મારા પૈતૃક અને માતૃત્વનાં ઘરો વચ્ચે અવરજવર કરવી પડતી હતી.
આ વખતે કોઈને ભય ન હતો. અંદર રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચનાઓ હોવા છતાં, લોકો પાકિસ્તાની સેબરજેટ્સ દ્વારા હવાઈ હુમલાઓ જોવા માટે છતની ટોચ પર જતાં હતાં. આ વિમાનોને IAF મિગ્સ દ્વારા જમીન પર તોડી પાડવામાં આવતાં હતાં. ત્યાર બાદ IAF ફાઇટર-પાઇલટ્સની વીરતાની પ્રશંસા કરતાં લોકો તરફથી તાળીઓનો ગડગડાટ થતો.
પાકિસ્તાની ફાઇટર પાઇલટ્સે છત પર નાગરિકોને નિશાન બનાવ્યાના ઘણા કિસ્સાઓ બન્યા હતા, પરંતુ તેનાથી તેઓ ક્યારેય ગભરાયાં નહીં. એ કહેવું પડશે કે સત્તાવાર સલામતી સૂચનાઓનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ અને હુમલાખોરોને સોફ્ટ ટાર્ગેટ શોધવાની તક આપવી જોઈએ નહીં. શહેર ‘પાકિસ્તાનને કચડી નાખો’ના યુદ્ધના નારાઓ અને ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરતા અન્ય વિવિધ નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું. દુકાનો અને શહેરનાં મુખ્ય સ્થળોએ લોકો દ્વારા તખ્તીઓ પ્રદર્શિત કરવામાં આવતી હતી અને અમે વિદ્યાર્થીઓએ, અમારી છાતી પર આ સંદેશના બેજ લગાવ્યા હતા.
આ યુદ્ધનો બીજો ફાયદો એ હતો કે અમારી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.એમ. ઇકબાલ, જે એક શિક્ષિત વ્યક્તિ હતા, તેમણે કોલેજ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો. ઐતિહાસિક બ્રિટિશ યુગની જીજીએમ સાયન્સ (ભૂતપૂર્વ પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજ) સરહદી ગામડાંઓમાંથી વિસ્થાપિત લોકોથી ભરાઈ ગઈ હતી. અમને વિવિધ માધ્યમો દ્વારા આ લોકોની સંભાળ રાખવા અને સેવા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મોટે ભાગે, તે ખોરાકનું આયોજન અને વિતરણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ આપવાનું હતું, જે વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. કોલેજના ચારેય ખૂણા પર તેમજ જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતા એકમાત્ર પુલ, તાવી નદી પર, રક્ષણ માટે પર્વતીય જૂના શહેરના કેટલાંક ઉચ્ચ સ્થાનો પર વિમાનવિરોધી બંદૂકોના ધમધમાટ વચ્ચે રક્તદાન શિબિરોનું આયોજન કરવું એ રોજિંદી દિનચર્યા હતી. રક્તદાન કરવા માટે ઘણા ઉત્સાહીઓ હતા, કેટલાક એવા હતા જે તેને ચૂકી જતા હતા અને બદલામાં આચાર્યના ગુસ્સાને આમંત્રણ આપતા હતા.
એક સવારે જ્યારે વિદ્યાર્થીઓને રક્તદાન શિબિરમાં હાજરી આપવાની હતી, ત્યારે ડૉ. ઇકબાલ ક્લાસરૂમમાંથી લાવવામાં આવેલા ડેસ્ક પર ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અમારું સ્વાગત તેમની ગુસ્સાથી ભરાયેલી આંખોએ કર્યું હતું કારણ કે રક્તદાન કરવા માટે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા. ‘જો તમે રક્તદાન કરવા માગતા નથી તો ‘પાકિસ્તાનને કચડી નાખો’ના નારાવાળા બેજ પહેરવાનું બંધ કરો’, એમ તેમણે ગર્જના કરી. તેનો સારો પ્રભાવ પડ્યો અને ત્યાર બાદનો બ્લડ કેમ્પ સફળ રહ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.