Charchapatra

વર્ષ ૨૦૨૧ ની યાદગાર દિવાળી

વર્ષ ૨૦૨૧ ની દિવાળી પ્રજાએ બે વર્ષ જોઈ અને ઉજવી જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. સાથે સાથે દિવાળીનું સ્વાગત કરવા પણ ખૂબ આનંદિત હતા. વળી કુદરતે સાથ આપ્યો અને કોરોનાનાં  વળતાં પાણી થયાં અને લોકોને હાશ થઇ. પણ ક્યાં નિરાંત? કોરોના ગયો તો માનવસર્જીત રાક્ષસો ઊભા થયા, જેમણે પ્રજાનું ગળું દબાવી દીધું. પ્રથમ તો બેરોજગારીનો રાક્ષસ કોરોનામાં લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. બીજું, મોંઘવારીનો રાક્ષસ અનાજ, કઠોળ, શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા અને પેટ્રોલે તો માઝા મૂકી દીધી.

ત્રીજું, લોકો આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા કારણ કે કોરોનામા  એ સ્વજનો ગુમાવ્યા હતા તેમની સારવારમાં અને કુટુંબના ભરણપોષણમાં પોતાની બચત તો પૂરી કરી, આર્થિક તંગીમાં મુકાઈ ગયા અને. ચોથું તો ખાનગી નોકરીમાં અડધો પગાર તો, ઘણાને થોડો પગાર બોનસ નહીં, આમ શોષણ થવા લાગ્યું. સાધારણ પ્રજા, ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગ આ માનવસર્જીત મહામારીમાં પીસાવા લાગ્યા  અને મુઠ્ઠીભર પૈસાદાર લોકો દિવાળીનું સ્વાગત કરી શકયા, છતાંય લોકોએ પોતાનાં કુટુંબીજનો અને બાળકો માટે બચત  વાપરીને પણ ખુશીઓ મનાવી છે અને સ્વજનો ગુમાવ્યાંનાં દુ:ખ‌ હળવાં કર્યાં છે. દિવાળીના દીવા સૌ ના જીવનમાં પ્રકાશ પાથરે તેવી આશા.
સુરત     – નીરુબેન બી. શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top