પેપરલીક કાંડ: સ્કૂલના ધાબા પર પેપરની કાપલી બનાવાઈ, પટાવાળાએ ઝેરોક્ષ કરી ઉમેદવારો સુધી પહોંચાડી

મહેસાણા: ગુજરાતમાં (Gujarat) રવિવારે વન રક્ષકની (Forest guard) પરીક્ષા (exam) યોજાઈ હતી. મહેસાણા જિલ્લામાં 79 પરીક્ષા કેન્દ્રો પર પણ પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કુલમાં પેપરલીક (paper leak) થયોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું અને કોપી કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મોબાઇલમાં ફોટો પાડવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ પેપર સોલ્વ કરાયું હતું, આ સોલ્વ ઉમેદવારોને પાસ કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા પોલીસે 8 સામે ફરિયાદ નોંધી હતી. જેમાથી ગઈકાલે પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી.

કોનો હતો પ્લાન? કેવી રીતે લીક કર્યું પેપર?
મહેસાણા પોલીસે પેપરલીક કાંડનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસની તપાસ અનુસાર પરિક્ષાર્થી મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી અને મનીષા ચૌધરીને મદદ કરવા માટે સ્કૂલના શિક્ષક રાજુ ચૌધરએ 26 માર્ચે પ્લાન ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે પટાવાળાનો સંપર્ક કરી શાળાના ધાબા પર પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે લક્ષ્મીપુરા ગામના સુમિત ચૌધરીને સ્કૂલના ધાબા પર બેસાડવામાં આવ્યો હતો. જેણે પેપર સોલ્વ કર્યું અને કાપલીઓ ફરતી થઈ.

પેપરલીક કરવાનો પહેલાથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર શાળાના શિક્ષક છે જેણે સવારે 9 વાગ્યે સુમિત ચૌધરીને પોતાની બાઈક પર લાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો ત્યાર બાદ તેને સ્કૂલના ધાબા પર બેસાડ્યો હતો. ત્યાર બાદ અન્ય ઉમેદવારો 12 વાગ્યે શાળામાં આવ્યા હતા, જેમાં રૂમ નંબર 7માં પરીક્ષા સુપરવાઈઝર અલ્પેશ કાંતિભાઈ પટેલ હાજર હતા. તે દરમિયાન સ્કૂલના પટાવાળા ઘનશ્યામ પટેલ ગેરહાજર વિદ્યાર્થીઓના પેપરના ફોટા પોતાના મોબાઈલમાં પાડ્યા હતા. જે બાદ ફોનમાં પડેલા પેપરના ફોટા સુમિત ચૌધરીના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ કરી દેવામાં આવ્યા હતા. સુમિતે આ બધાના જવાબ એક કાગળ પર લખી રાજુ ચૌધરીને આપ્યા હતા. જેણે પટાવાળાને પાંચ કોપી ઝોરોક્ષ કરાવવા માટે કહ્યું હતું.

આ કાપલી રૂમ નંબર 7માં સુપરવિઝન કરતા અલ્પેશ ચૌધરી સુધી પહોંતી હતી જ્યાં તેમણે ઝોરોક્ષ કોપી મનીષા ચૌધરીને આપી હતી. તેમજ મૌલિક ચૌધરી અને જગદીશ ચૌધરી બપોરે પાણી પીવાના બહાને બહાર દાદરા પાસે ગયા હતા જ્યાં તેમણે રાજુ ચૌધરીએ પોતાની પાસે રહેલી જવાબ લખેલી કાપલી બંને ઉમેદવારોને આપી હતી. આ દરમિયાન કનુભાઈ મકવાણા પણ પાણી પીવા ગયો હતો તે આ કાપલી આપ-લે કરતા જોઈ ગયો હતો. અને રાજુ ચૌધરીએ તેને પણ જવાબ લખાવ્યા હતા. કોપી લઈ ઉમેદવાર ફરી પરીક્ષા ખંડમાં ગયા તે દરમિયાન રવિ કનુભાઈ મકવાણા કાપલીમાંથી જવાબ લખતો હતો.

તે દરમિયાન બાજુમાં બેસેલા અન્ય વિદ્યાર્થી રાજવીર ગઢવી, ઉર્વીશકુમાર મોદી અનેભાવેશ પટેલે​ આ મામલે સુપરવાઈઝર કલ્પના ચૌધરીને જાણ કરી હતી. જેથી તેઓએ રવિ મકવાણા વિરુદ્ધ કોપી કેસ કર્યો હતો. ત્યાર બાદ સુમિતએ પોતાના મોબાઈલમાં રહેલા વોટ્સઅપ ફોટો ડીલીટ કર્યા હતા અને વન રક્ષક પેપરના જવાબો લખેલા કાગળો અને તેની ઝેરોક્ષ ચૌધરી રાજુના કહેવથી પટાવાળા ઘનશ્યામએ સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો.

Most Popular

To Top