વડોદરા: મહેંદી મર્ડ કેસનો ખૂની પ્રેમી સચીન દિવસના રિમાન્ડ દરમિયાન વધુને વધુ ખુલાસા સામે આવી રહ્યા છે. રિમાન્ડના ત્રીજા દિવસે કોલ ડિટેઇલ્સના આધારે બાપોદ પોલીસે સઘન પૂછતાછ કરી રહી છે. આવતીકાલે પોલીસે આરોપીને લઇને ગાંધીનગર રવાના થશે. ખોડિયારનગર પાસે દર્શનમ ઓએસીસના ફ્લેટ નં.102માં પ્રેમિકા મહેંદી ઉર્ફે હિના પેથાણીનું ઠંડા કલેજે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા સચીને નંદકિશોર દિક્ષિત હાલમાં બાપોદ પોલીસ કસ્ટડીમાં છે. રિમાન્ડ દરમિયાન પીઆઇ બીયુ જોષીએ ગુનાની કડીઓ મેળવવા સચીનની ઉંડી પૂછતાછ હાધ ધરીને વધુ વધુમાં મજબૂત પુરાવા એકત્ર કરવા કવાયત કરી રહ્યા છે.
હત્યારાના મોબાઇલમાંંથી કોલ ડિટેઇલ્સ મેળવીને આજ સુધીમાં 20થી વધુ લોકોના નિવેદન લીધા હતા. ફ્લેટના સીસીટીવી કેમેરાના ફ્ૂટેજમાં પણ માસુમ પુત્ર સાથે અવર જવર કરતો હત્યારો સ્પષ્ટ નજરે પડે છે. તપાસ અધિકારી બીયુ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીને રિમાન્ડ દરમિયાન સઘન પૂછતાછ ચાલુ છે. વધુ પુરાવા અર્થે આવતી કાલે હત્યારાને લઇને ગાંધીનગર રવાના થશે. જ્યાં માસૂમને તરછોડી દેવાયો હતો. તે પેથાપુર ગૌશાળાથી ગાંધીનગર હત્યારાના ઘર સુધીનું રિકન્ટ્રક્શ કરાવશે. માસૂમને તરછોડી દીધા બાદ કયા કયા રસ્ત ગયો.અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ ? તે તમામ મુદ્દા પર યોગ્ય તપાસ હાથ ધરાશે.