શ્રીનગર (Srinagar): મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) ફરી એક વખત સરકાર પર પોતાને નજરકેદ (house arrest) હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હંમેશની જેમ બનાવટી એન્કાઉન્ટરમાં (fake encounter) માર્યા ગયેલા અથર મુસ્તાકના પરિવારને મળવાની કોશિશ વચ્ચે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું ક, પોતાના પુત્રના શબની માંગણી કરવા બદલ અથરના પિતા સામે યુએપીએ (Unlawful Activities (Prevention) Act) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એક તસવીર શેર કરતાં મહેબૂબાએ કહ્યું કે કાશ્મીરમાં દમનનું શાસન છે જેને ભારત સરકાર બાકીના દેશથી છુપાવવા માંગે છે. 16 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે અને પરિવારને અંતિમ સંસ્કાર કરવાની યોગ્ય તક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી 5 ઑગસ્ટ 2019 ના રોજ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલા, ઓમાર અબ્દૂલા સહિત જમ્મુ કાશ્મીરના ટોચના કેટલાક નેતાઓને નજરકેદ કરાયા હતા. 13 ઑક્ટોબરે 2020 14 મહિનાની અટકાયતમાંથી મહેબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ મીડિયા સાથેના પ્રથમ સંવાદમાં પીડીપીના (PDP) આ પ્રમુખે કહ્યું હતું કે પોતે તિરંગો ત્યારે જ પકડશે જ્યારે અગાઉના રાજ્યનો જુદો ધ્વજ ફરી સ્થાપિત કરવામાં આવશે. ‘જ્યાં સુધી ચૂંટણીની વાત છે તો જે બંધારણ હેઠળ હું ચૂંટણી લડતી હતી તે બંધારણ પાછું નહીં અપાય તો મને ચૂંટણીમાં રસ નથી. મેહબૂબા મુફતીને ચૂંટણી સાથે કંઇ લેવા દેવા નથી, આ મને તમને કહેવા દો’ એમ તેમણે કહ્યું હતું.
13 ઑક્ટોબરે રાત્રે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (People’s Democratic Party -PDP) ના વડા મહેબૂબા મુફ્તીને (Mehbooba Mufti) એક વર્ષ પછી અટકાયતથી મુક્ત કરવામાં આવ્યા હતા. મહેબુબા મુફ્તીએ પહેલા નિવારક અને પછી જાહેર સલામતી અધિનિયમ (Public Safety Act – PSA) હેઠળ 14 મહિના અટકાયતમાં ગાળ્યા હતા.
લગભગ 467 દિવસની નજરકેદમાંથી મુક્ત થયા પછી મહેબુુબા મુફ્તીએ કહ્યુ હતુ કે, ‘હું એક વર્ષ કરતા પણ વધારે સમય પછી આજે આઝાદ થઇ છું. આ સમય દરમિયાન, 5 ઑગસ્ટ 2019 ના કાળા નિર્ણયથી, કાળો દિવસ, મારા હૃદય અને આત્માને હંમેશાં દુ:ખ આપશે. અને મને ખ્યાલ છે કે જમ્મુ અને કાશ્મીરના લોકોની પણ આવી જ લાગણી હશે. અમારામાંના કોઈ પણ એ દિવસની લૂંટ અને અપમાનને ભૂલી શકતા નથી. હવે આપણે બધાએ દિલ્હી સરકારે જે ગેરબંધારણીય અને ગેરકાનૂની રીતે કાશ્મીર પાસે તેનો વિશેષ દરજ્જો પાછો લઇ લીધો છે, તે પાછો મેળવવો પડશે.’.