Madhya Gujarat

ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર પાણી ભરાતા રહીશો ચિંતિત

પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક  નીચાણવાળા વિસ્તારમાં સામાન્ય પાણી ભરાતા ત્યાંના રહીશો ચિંતિત થઈ ઉઠયા હતા.પંચમહાલ જિલ્લામા પાછલા કેટલાક સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ખેડૂતોને લાગી રહયુ હતુ. ગોધરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા બફારા અને ઉકળાટભર્યા વાતાવરણમાંથી શહેરીજનોને થોડીવાર મુક્તિ મળી હોય તેવો અહેસાસ થવા સાથે ઠંડક પ્રસરી હતી.

શહેરના પ્રભાકુંજ સોસાયટી, બી.વી.ગાંધી પેટ્રોલ પંપ તેમજ ભુરાવાવ અને લાલ બાગ બગીચા પાસે પસાર થતા માર્ગ ઉપર પાણી ભરવા સાથે અન્ય નીચાણવાળા વિસ્તારોમાં   વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોને ભારે ઉકળાટમાંથી છુટકારો મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા. ચોમાસાની ઋતુમાં ઘણા સમય બાદ મેઘરાજા મન ભરીને વરસ્યા છે. તેવો અહેસાસ પણ શહેરીજનોને થયો હોય તેમ લાગી રહયું હતું. જ્યારે જગતનો તાત મેઘરાજાને મન ભરીને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.

Most Popular

To Top